નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તાજા આંકડા પર નજર ફેરવીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા 35,178 કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 25 હજારની આસપાસ કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 35,178 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,22,85,857 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 3,67,415 દર્દીઓ સારવાર હેઠળ છે. 


એક દિવસમાં 400થી વધુ લોકોના મોત
કોરોનાના કારણે એક દિવસમાં 440 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશભરમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો હવે 4,32,519 પર પહોંચી ગયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં 37,169 લોકોએ કોરોનાના માત આપવામાં સફળતા પણ મેળવી છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,14,85,923 થઈ છે. 



એક દિવસમાં 55 લાખથી વધુ ડોઝ
દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 56,06,52,030 ડોઝ અપાયા છે. જેમાંથી 55,05,075 ડોઝ  છેલ્લા 24 કલાકમાં અપાયા છે.