Corona Update: કોરોના પર રાહતના સમાચાર, સતત ઘટી રહ્યા છે નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહ્યા છે.
નવી દિલ્હી: શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહ્યા છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.57 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3400થી વધુ લોકોએ દમ તોડ્યો છે.
એક દિવસમાં નવા 3.57 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,57,229 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,02,82,833 થયો છે. જેમાંથી 1,66,13,292 દર્દી રિકવર થઈ ગયા છે. જ્યારે 34,47,133 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 3449 દર્દીનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી દેશમાં કુલ મૃત્યુનો આંકડો 2,22,408 પર પહોંચ્યો છે.
Maharashtra માં રાહતના સમાચાર, કોરોના સંક્રમણનો ગ્રાફ 50 હજારથી નીચે આવ્યો, 567 લોકોના મૃત્યુ
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube