નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Coronavirus) ના નવા કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. દેશમાં નવા 37 હજારથી વધુ કેસ નોંધાતા સરકાર પણ ચિંતામાં ડૂબી છે. ગઈ કાલે 25 હજાર જેટલા દૈનિક કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

37 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 37,593 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,25,12,366 થઈ ગઈ છે. જેમાંથી 3,22,327 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે 34,169 દર્દીઓ એક દિવસમાં સાજા પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,17,54,281 થઈ ગઈ છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 25,467 દર્દીઓ નોંધાયા હતા. 


મૃત્યુનો આંકડો પણ વધ્યો
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 648 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,35,758 પર પહોંચી ગયો છે. ગઈ કાલે કોરોનાથી 389 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 59,55,04,593 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 61,90,930 ડોઝ ગઈ કાલે આપવામાં આવ્યા હતા. 


એક દિવસમાં 17 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાંથી કોરોનાના કુલ 51,11,84,547 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 17,92,755 ટેસ્ટ ગઈ કાલે કરાયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube