Corona Update: કોરોનાની ત્રીજી લહેરનું તોળાઈ રહ્યું છે જોખમ, 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા
દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના (Coronavirus) ના નવા કેસ હજુ પણ 35 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે.
નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના (Coronavirus) ના નવા કેસ હજુ પણ 35 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 560 લોકોના મૃત્યુ થયા છે.
એક દિવસમાં 38 હજારથી વધુ કેસ
આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,079 દર્દીઓ નોંધાયા છે. હાલ દેશમાં 4,24,025 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.31% થયો છે.
શુક્રવારે 38,949 કેસ નોંધાયા હતા
ગઈ કાલે એટલે કે શુક્રવારે દેશભરમાં કોરોનાના નવા 38,949 કેસ નોંધાયા હતા. જ્યારે 40,026 દર્દીઓ રિકવર થયા હતા. એક દિવસમાં 542 લોકોના મૃત્યુ થયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube