નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા 38 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 499 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


એક દિવસમાં 38 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 38,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,11,44,229 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,21,665 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,660 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે.  આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,03,08,456 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube