નવી દિલ્હી: લોકોની બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતી હોય તેવું જણાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડામાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આમ છતાં કોરોનાને લઈને હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 542 લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,949 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,10,26,829 થઈ ગયો છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 41,806 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 40,026 દર્દી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,83,876 થઈ છે. હાલ દેશમાં 4,30,422 દર્દીઓ સારવાર હેઠળ છે. 


MP: વિદિશામાં મોટી દુર્ઘટના, 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા બે ડઝનથી વધુ લોકો, ચારના મોત


38 લાખથી વધુ ડોઝ અપાયા
દેશભરમાં કોરોનાને પછાડવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે. હવે તો 18 વર્ષથી ઉપરના લોકોનું પણ પૂરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રસીના 38,78,078 ડોઝ અપાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 39,53,43,767 થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube