નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 39 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 546 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે દેશમાં 35,342 નવા કેસ નોંધાયા હતા અને 483 લોકોના કોરોનાથી જીવ ગયા છે. આંકડા જોતા દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક કહી શકાય. ત્રીજી વેવના એંધાણ લાગી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 39 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસનો આંકડો હવે 3,13,32,159 પર પહોંચી ગયો છે. એક દિવસમાં જો કે 35,087 લોકો રિકવર થયા છે અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,05,03,166 થઈ છે. હાલ દેશમાં 4,08,977 એક્ટિવ કેસ છે. 


એક દિવસમાં 546 લોકોના મૃત્યુ
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 546 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,20,016 થઈ છે. ગઈ કાલે દેશમાં કોરોનાથી 483 લોકોના મોત થયા હતા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ 42,78,82,261 ડોઝ અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube