Corona Update: ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ સ્થિતિ
સમગ્ર દેશમાં કોરોના (Corona) પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 3.92 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે 3689 લોકોના કોરોનાથી મોત થયા છે.
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના (Corona) પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 3.92 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે 3689 લોકોના કોરોનાથી મોત થયા છે.
એક જ દિવસમાં નવા 3.92 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,95,57,457 પર પહોંચ્યો છે જ્યારે 1,59,92,271 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જો કે 33,49,644 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક દિવસમાં 3689 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,15,542 પર પહોંચ્યો છે. જો કે સારી વાત એ પણ છે કે ગઈ કાલે દેશમાં 3,07,865 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના રસીના 15,68,16,031 ડોઝ અપાયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube