નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 4 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 40 કેસ  સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પરંતુ હવે તમિલનાડુ પણ આ વેરિએન્ટની ઝપેટમાં આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તામિલનાડુ પણ યાદીમાં સામેલ
મહારાષ્ટ્રના 21 કેસ જોડીને મંગળવાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 25 કેસ નોંધાયા હતા. જેમાં કેરળ અને મધ્ય પ્રદેશના કેસ પણ સામેલ હતા. હવે આ લિસ્ટમાં તમિલનાડુનું નામ જોડાયું છે. સરકારના જણાવ્યાં મુજબ આ ચાર રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા છે. 


10 દેશોમાં મળ્યો 'ડેલ્ટા પ્લસ'
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે ભારત એ દસ દેશોમાંથી એક છે જ્યાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. તેમણે કહ્યું કે 80 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટની એન્ટ્રી થયેલી છે. જ્યારે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં મળ્યો છે. 


Corona Update: દેશમાં વળી પાછા નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ


UP Conversion Racket ના માસ્ટર માઈન્ડનો Video સામે આવ્યો, દર મહિને 15થી વધુ લોકોના ધર્મ પરિવર્તનનો દાવો 


મહારાષ્ટ્રના રત્નાગિરી, જળગાંવ અને મુંબઈમાં આ વેરિએન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે કેરળના બે જિલ્લા પલક્કડ, અને પથનમથિટ્ટામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના ભોપાલમાં પણ આ વેરિએન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube