નવી દિલ્હી: દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 507 લોકોએ જીવ ગુમાવ્યા છે. 


નવા 41 હજારથી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 41,383 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3,12,57,720 પર પહોંચી છે. એક દિવસમાં 38,652 જેટલા દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,04,29,339 થઈ છે. હાલ 4,09,394 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube