નવી દિલ્હી: દક્ષિણના રાજ્ય કેરળમાં ફરીથી કોરોનાનું તાંડવ જોવા મળ્યું છે. એક દિવસમાં ફરીથી 30 હજાર ઉપર કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ કુલ કેસમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કુલ 41 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાં કેરળનો સિંહફાળો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 41 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા છે. ગઈ  કાલે  દેશભરમાં કોરોનાના 30,941 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 3,28,10,845 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 3,78,181 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 33,964 લોકો રિકવર થયા છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,19,93,644 પર પહોંચી ગઈ છે. 


Corona Vaccination: કોરોના રસીકરણમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ અપાયા


24 કલાકમાં કોરોનાથી 460 લોકોના મૃત્યુ
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 460 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,39,020 પર પહોંચી ગયો છે. ગઈ કાલે 350 લોકોના કોરોનાથી મોત થયા હતા. 


Corona ની ચુંગલમાંથી ક્યારે મળશે છૂટકારો? નવો વેરિઅન્ટ C.1.2 અત્યંત જોખમી, રસી કવચને પણ ભેદી શકે છે


16 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે 16,06,785 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો 52,31,84,293 પર પહોંચી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube