નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે ટેન્શન વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 42 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે પાંચ રાજ્યોમાં સૌથી વધુ જોવા મળ્યા છે તેમાંથી 29 હજારથી વધુ તો કેરળમાં નોંધાયા છે. એક દિવસમાં 380 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 42 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42,909 દર્દીઓ નોંધાયા છે. હાલ દેશમાં 3,76,324 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કેસના તોતિંગ આંકડામાં સિંહફાળો કેરળનો છે. કેરળમાં એક દિવસમાં નવા 29,836 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 75 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. દેશમાં જે પાંચ રાજ્યોમાંથી કોરોનાના વધુ કેસ નોંધાય છે તેમાં કેરળ બહાદ મહારાષ્ટ્રમાં 4666, આંધ્ર પ્રદેશમાંથી 1557 કેસ, તામિલનાડુમાં 1538 અને કર્ણાટકમાં કોરોનાના 1262 કેસ નોંધાયા છે. 


આ પાંચ રાજ્યોમાં કોરોનાની કેવી ગંભીર પરિસ્થિતિ છે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે દેશભરમાંથી નોંધાયેલા નવા કેસમાંથી 90.55 ટકા કેસ તો આ પાંચ રાજ્યોમાંથી જ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં 69.53 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 380 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કેરળમાં 75 અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 131 મૃત્યુ નોંધાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube