નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 640 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી વધ્યા કોરોનાના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,654 કેસ નોંધ્યા છે. ગઈ કાલે 29,689 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 3,99,436 લોકો સારવાર હેઠળ છે. દેશમાં એક દિવસમાં 41,678 લોકો રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,06,63,147 થઈ છે. 


Corona: ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર 


એક દિવસમાં 640 લોકોના મૃત્યુ
કોરોનાના કારણે એક દિવસમાં 640 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે દેશમાં  415 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે 4,22,022 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 44,61,56,659 ડોઝ અપાયા છે. 


Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટતા 4 લોકોના મોત, 40 લોકો ગૂમ


સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે શરૂઆતના કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસમાં એક મોટો ઘટાડો નોંધાઈ રહ્યો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા ઘટાડાના દર ઓછો થયો છે જે ચિંતાનો વિષય છે. તેને લઈને રાજ્યો સાથે વાત કરવામાં આવી રહી છે. દેશમાં 22 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 4 સપ્તાહમાં કોરોનાના મામલામાં વૃદ્ધિ થઈ છે. તેમાં કેરલના 7 જિલ્લા, મણિપુરના 5 જિલ્લા, મેઘાલયના 3 જિલ્લા, અરૂણાચલ પ્રદેશના 3 જિલ્લા, મહારાષ્ટ્રના 2 જિલ્લા, અસમનો એક અને ત્રિપુરાનો એક જિલ્લો સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube