નવી દિલ્હી: દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 817 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના 43,733 નવા કેસ નોંધાયા હતા જ્યારે 930 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશભરમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,07,09,557 પર પહોંચી છે. એક દિવસમાં 44,291 કોરોના દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,98,43,825 થઈ છે. 


મૃત્યુમાં થયો ઘટાડો
ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાથી 930 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે આજે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ કોરોનાથી 24 કલાકમાં 817 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 4,05,028 પર પહોંચી ગયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube