નવી દિલ્હી: ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં નવા કેસમાં 21 હજારથી વધુનો વધારો  થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે 24 ઓગસ્ટના રોજ 25467 નવા કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

46 હજારથી વધુ નવા કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,164 નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 3,25,58,530 થઈ છે. હાલ દેશમાં 3,33,725 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં જો કે 34,159 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,88,440 પર પહોંચી છે. 


મૃત્યુઆંક પણ વધ્યો
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 607 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 436365 પર પહોંચ્યો છે. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં 60,38,46,475 લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાંથી 80,40,407 ડોઝ ગઈ કાલે અપાયા હતા. 


Kerala Covid News: કેરળમાં કોરોનાનો હાહાકાર, 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા પ્રશાસનના હોશ ઉડ્યા


કેરળમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે કેસ
કેરળ (Kerala) માં છેલ્લા 24 કલાકમાં 31,445 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં 24,296 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે. 


મંગળવારે 24,296 કેસ પણ મે પછી પહેલીવાર સૌથી વધુ નોંધાયેલા કેસ ગણાવાઈ રહ્યા હતા. 26મી મેના રોજ એવું બીજીવાર બન્યું કે કેસની સંખ્યા 24 હજારને પાર કરી ગઈ. 26મે રોજ 28,798 કેસ નોંધાયા હતા. કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 19.03% રહ્યો એટલે કે 100માંથી લગભગ 20 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. કેરળમાં એક દિવસમાં 31,445 નવા કેસ નોંધાયા છે જ્યારે 215 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. 


Covid-19: ત્રીજી લહેરના ભણકારા! સરકારે જાહેર કરી નવી Travel Advisory


શું ઓણમના કારણે વધ્યા કેસ?
કેરળમાં કેસ મામલે કહેવાય છે કે ઓણમ ઉત્સવના એક અઠવાડિયા બાદ રાજ્યમાં એકવાર ફરીથી મહામારીએ જોર પકડ્યું છે. અત્રે જણાવવાનું કે આવું એવા સમયે બની રહ્યું છે કે જ્યારે  કેરળમાં ઓણમના કારણે હાલ ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં રોજ 17 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા હતા જો કે આ અગાઉ પહેલાની સંખ્યા 20 હજારથી ઉપર હતી. આમ જોઈએ તો હવે કોરોનાના કેસ લગભગ ડબલ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હાલ 38,51,984 થઈ છે. 


ત્રીજી લહેર ઓક્ટોબરમાં!
એનઆઈડીએમ હેઠળ બનાવવામાં આવેલી એક્સપર્ટ પેનલે ત્રીજી લહેરની ચેતવણી આપેલી છે. કહેવાય છે કે ત્રીજી લહેર ઓક્ટોબરની આજુબાજુ પીક પર પહોંચી શકે છે. કમિટીએ આ દરમિયાન બાળકો માટે સારી મેડિકલ તૈયારીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બાળકો ઉપર પણ મોટા સમાન જ જોખમ તોળાયેલું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube