નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 46 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 853 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ 48,786 નવા કેસ નોંધાયા હતા અને 1005 લોકોના એક દિવસમાં કોરોનાથી મૃત્યુ થયા હતા. 


નવા કેસમાં સામાન્ય ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,617 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,04,58,251 પર પહોંચી ગયો છે. દેશમાં હાલ 5,09,637 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 59,384 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 દર્દીઓ કોરોનાને પછાડવામાં સફળ થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube