નવી દિલ્હી: કોરોના (Corona) ના બીજી લહેર ભલે કાબૂમાં આવી હોય પરંતુ હજુ પણ મોતના આંકડા અને નવા કેસમાં વધઘટ થયા કરે છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 51 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 1329 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઈ કાલે કોરોનાના 54,069 નવા દર્દીઓ નોંધાયા હતા અને 1321 લોકોના મોત થયા હતા. 


એક દિવસમાં 51 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 51,667 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3,01,34,445 પર પહોંચી છે. એક દિવસમાં 64,527 લોકો કોરોનાને માત આપી રિકવર થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,91,28,267 થઈ છે. હાલ દેશમાં 6,12,868 દર્દીઓ સારવાર હેઠળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube