Corona Update: હોળી પહેલા કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 24 કલાકમાં 59 હજારથી વધુ નવા દર્દીઓ, આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર
કોરોના વાયરસ (Corona Virus) ની ભારતમાં એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ તેનો પ્રકોપ ઘટ્યો હોય તેવું લાગતું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક વાત છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની ભારતમાં એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ તેનો પ્રકોપ ઘટ્યો હોય તેવું લાગતું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક વાત છે. છેલ્લા પાંચ મહિનામાં દેશમાં એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો છે. આ સાથે જ એકવાર ફરીથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ચાર લાખને પાર ગઈ છે. દેશમાં પાંચ જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખને પાર ગઈ. સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ ઉપરાંત ગુજરાત (Gujarat) , પંજાબ સહિત અનેક રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર પોત પોતાના સ્તરે કોરોનાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. 29 માર્ચે હોળી છે જેને લઈને લગભગ મોટા ભાગના રાજ્ય સરકારોએ હોળીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે.
દેશમાં કોરોનાના નવા 59 હજારથી વધુ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 59,118 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,18,46,652 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,12,64,637 લોકો સાજા થઈ ગયા છે જ્યારે 4,21,066 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 257 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,60,949 પર પહોંચી ગયો છે. પૂરપાટ ઝડપે ચાલતા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં 5,55,04,440 લોકોને રસી આપવામાં આવી છે.
Bharat Bandh: ખેડૂતોનું ભારત બંધનું આહ્વાન, જાણો શું છે ખુલ્લું અને શું છે બંધ, કેવી છે બંધની અસર
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube