Corona Update: ધુળેટીના દિવસે ફૂટ્યો `કોરોના બોમ્બ`, મહારાષ્ટ્ર-ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક
દેશભરમાં આજે ધુળેટીની ઉજવણીનો માહોલ છે પરંતુ આ દરમિયાન કોરોનાની દહેશત અને પ્રકોપના કારણે ઠેર ઠેર પ્રતિબંધો પણ લાગુ છે. આમ છતાં આજે કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 291 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કુલ નવા કેસમાંથી 84.5 ટકા જેટલા કેસ નોંધાયા છે.
નવી દિલ્હી: દેશભરમાં આજે ધુળેટીની ઉજવણીનો માહોલ છે પરંતુ આ દરમિયાન કોરોના (Corona Virus) ની દહેશત અને પ્રકોપના કારણે ઠેર ઠેર પ્રતિબંધો પણ લાગુ છે. આમ છતાં આજે કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 291 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કુલ નવા કેસમાંથી 84.5 ટકા જેટલા કેસ નોંધાયા છે.
એક દિવસમાં 68 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68,020 જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,20,39,644 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,13,55,993 લોકો રિકવર થયા છે. જ્યારે 5,21,808 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 291 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,61,843 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,05,30,435 લોકોને રસી આપવામાં આવી છે.
West Bengal: TMC અને મમતા બેનર્જીને વળી પાછો ઝટકો, હવે નુસરત જહાંનો VIDEO વાયરલ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube