નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ હેઠળ અત્યાર સુધી 141.01 કરોડ કોવિડ વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો છેલ્લા 579 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ શનિવારે છે. દેશમાં વર્તમાનમાં કોરોનાના 77,032 એક્ટિવ કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાના કુલ કેસમાં એક્ટિવ કેસ માર્ચ 2020 બાદ સૌથી ઓછા થયા છે. આ સમયે સક્રિય કેસ કુલ કેસના માત્ર 0.22 ટકા છે. એટલું જ નહીં, માર્ચ 2020 બાદ દર્દીઓનો સાજા થવાનો દર પણ સૌથી વધુ થઈ ગયો છે. દેશમાં સ્વસ્થ થવાનો વર્તમાન દર 98.40 ટકા પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન 7286 દર્દી સાજા થયા છે. તો દેશભરમાં અત્યાર સુધી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,42,23,263 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 387 લોકોના મોત થયા છે. 


કોરોનાની વિગત
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ- 7286
24 કલાકમાં થયેલા મૃત્યુ- 387
એક્ટિવ કેસ- 77032
ટોટલ રિકવર- 3,42,23,263
કુલ મૃત્યુ- 4,79,520


આ પણ વાંચોઃ Shopian Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, શોપિયાં એનકાઉન્ટમાં બે આતંકી ઠાર


ઓમિક્રોનના કુલ 415 કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7189 કેસ સામે આવ્યા છે. આ સિવાય અત્યાર સુધી 67.10 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ 415 કેસ થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ 108 મહારાષ્ટ્રમાં છે. રાજ્યવાર અત્યાર સુધી ઓમિક્રોનના કેટલા કેસ સામે આવ્યા છે, જુઓ લિસ્ટ..


મહારાષ્ટ્ર- 108
દિલ્હી-79
ગુજરાત- 43
તેલંગાણા- 38
કેરળ- 37
તમિલનાડુ- 34
કર્ણાટક- 31
રાજસ્થાન- 22
હરિયાણા - 4
ઓડિશા - 4
આંધ્ર પ્રદેશ - 4
જમ્મુ અને કાશ્મીર - 3
પશ્ચિમ બંગાળ - 3
ઉત્તર પ્રદેશ-2
ચંદીગઢ - 1
લદ્દાખ-1
ઉત્તરાખંડ - 1
કુલ-415


આ પણ વાંચોઃ એક મહિનામાં 108 દેશ અને 1.5 લાખથી વધુ કેસ, વિશ્વ માટે ખતરો બન્યો ઓમિક્રોન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube