નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર ઓછો થઈ રહ્યો છે. જો કે આ દરમિયાન નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એકવાર ફરીથી કોરોના વાયરસના નવા કેસમાં વધારો નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના 92 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે 2219 લોકોના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં 24 કલાકમાં કોરોનાના 86498 નવા કેસ નોંધાયા હતા જ્યારે 2123 દર્દીઓના મોત થયા હતા. 


ફરીથી નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 92,596 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,90,89,069 પર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાથી 2219 કોરોના દર્દીઓના મોત થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 3,53,528 થયો છે. હાલ દેશમાં કોરોનાના 12,31,415  દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,62,664 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,75,04,126 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ 23,90,58,360 ડોઝ આપવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube