Republic Day Chief Guest: કહાની તે મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિની, જે આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં હશે ચીફ ગેસ્ટ
Who is Abdel Fatteh el sisi: સીસીની ઓળખ મિસ્ત્રના પ્રભાવશાળી નેતા તરીકે થાય છે, જેમણે દેશને રાજકીય સ્થિરતા આપી છે. કહેવામાં આવે છે કે તેમની દેશની સત્તા પર ખુબ મજબૂત પકડ છે.
નવી દિલ્હીઃ Republic Day Parade: ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિતિ આ વખતે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી ભારત પહોંચી ચુક્યા છે. આ પ્રથમવાર છે જ્યારે મિસ્ત્રના રાષ્ટ્રપતિ ભારતની રિપબ્લિક ડે પરેટના ચીફ ગેસ્ટ હશે. પરંતુ મિસ્ત્રના રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ અનેક રીતે મહત્વનો છે. પહેલું કે મિસ્ત્ર આ સમયે આર્થિક સંકટની ઝપેટમાં છે. અરબ દેશ પણ તેની મદદ માટે આગળ આવી રહ્યાં નથી. આ પહેલા જ્યારે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તે સમયે પણ ભારતે ઘઉં મિસ્ત્ર મોકલ્યા હતા. હવે જાણો કોણ છે ફતેહ અલ-સીસી.
સીસીની ઓળખ મિસ્ત્રના પ્રભાવશાળી નેતા તરીકે થાય છે, જેમણે દેશમાં રાજકીય સ્થિરતા આપી છે. કહેવામાં આવે છે કે તેમની પોતાના દેશની સત્તા પર મજબૂત પકડ છે. તે સેના પ્રમુખ પણ રહી ચુક્યા છે. જુલાઈ 2013માં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીનો તખ્તાપલટ કરતા તેમને સત્તામાંથી બહાર કરી દીધા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બની ગયા હતા.
પિતા કરતા હતા ફર્નીચરનું કામ
તેમનો પરિવાર ઇસ્લામ ધર્મનું પાલન કરે છે. 1954માં કાહિરાના ગમલેયા વિસ્તારમાં જન્મેલા સીસીના પિતા ફર્નીચરનું કામ કરતા હતા. તેમની કમાણી એટલી હતી કે ઘર ચાલી શકે. બાળપણતી સીસી સેનામાં જવા ઈચ્છતા હતા. તે અભ્યાસમાં પણ હોશિંયાર હતા.
આ પણ વાંચોઃ આફતાબ વિરુદ્ધ પોલીસે દાખલ કરી ચાર્જશીટ, 6629 પેજમાં જણાવ્યો શ્રદ્ધાના હત્યારાનો ગુનો
તેમણે વર્ષ 1977માં મિસ્ત્રની મિલિટ્રી એકેડમીથી ગ્રેજ્યુએશન કર્યું હતું. પછી પાયદળમાં જોડાયા. પોતાના તેજ મનના કારણે તેઓ ઝડપથી મોટા હોદ્દા પર પહોંચવા લાગ્યા. તેમના શાનદાર કાર્યને કારણે તેમને દેશના મિલિટરી ઈન્ટેલિજન્સનો વડા બનાવવામાં આવ્યા હતા. આર્મીમાં રહીને પણ અભ્યાસ પ્રત્યેનો તેમનો લગાવ ઓછો થયો ન હતો. સ્ટાફ કોલેજ, યુકેમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે વર્ષ 2005 માં આર્મી કોલેજ, પેન્સિલવેનિયામાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું.
ઇસ્લામ પ્રત્યે લગાવ
સીસીએ રાજકારણમાં ઉભરી આવવાનું શરૂ કર્યું જ્યારે, સેનામાં જનરલ હોવા છતાં, તેમને સુરક્ષા દળોની સૌથી મોટી કાઉન્સિલ (SCAF) ના સભ્ય બનાવવામાં આવ્યા. કોલેજના દિવસોથી જ સીસીને ઇસ્લામ પ્રત્યે વધુ લગાવ હતો. તેથી, ઇજિપ્તમાં ઇસ્લામિક શાસનની હિમાયત કરતી મુસ્લિમ બ્રધરહુડ પણ સીસીના વિચારોથી પ્રભાવિત હતી. આ વિચારોને કારણે તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ મોર્સીના પ્રિય હતા. આ કારણથી તેમને આર્મી ચીફ અને રક્ષા મંત્રીનું પદ સોંપવામાં આવ્યું હતું. તેમને 'મોર્સી મેન' પણ કહેવામાં આવતા હતા.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય અને લોકસભા ચૂંટણી જીતવા 'ગુજરાત મોડેલ'ના ભરોસે ભાજપ
સીસી મુસ્લિમ બ્રધરહુડ વિશે નારાજ હતા. આના વિરૂદ્ધ દેશમાં દેખાવો શરૂ થયા અને લોકો આર્થિક સંકટ સામે મોર્સીના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા. જૂન 2013માં જ્યારે વિરોધ ઉગ્ર બન્યો, ત્યારે સીસીએ ચેતવણી પણ આપી કે જો સરકાર લોકોની ઇચ્છાને સ્વીકારશે નહીં તો સેના હસ્તક્ષેપ કરશે. આનાથી લોકોમાં સકારાત્મક સંદેશ ગયો. વર્ષ 2014માં તેમને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા. બે મહિના પછી, તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું અને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી. 2014 માં, તેઓ ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા. તેની પાછળ ઈજિપ્તની સેનાનો મોટો હાથ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube