નવી દિલ્હીઃ 16મું બ્રિક્સ સંમેલન રશિયામાં યોજાવા જઈ રહ્યું છે.. બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 અને 23મી ઓક્ટોબરે રશિયાના પ્રવાસે જશે.. ચર્ચા એ પણ છેકે, બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત તો કરશે જ સાથે સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે.. શું છે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ,, જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબર 2024એ રશિયાના પ્રવાસે જશે.. પીએમ મોદી રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં આયોજિત થનાર 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.. 'ન્યાયસંગત વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત કરવો' વિષય પર આયોજિત આ શિખર સંમેલન નેતાઓને મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ આપશે..


બ્રિક્સ સમિટના આયોજનને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પત્રકાર પરિષદ પણ યોજી હતી.. જેમાં તેઓ ભારત અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નહીં. બ્રિક્સ ક્યારેય કોઈના વિરુદ્ધ ન જઈ શકે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છેકે બ્રિક્સ દક્ષિણ દેશોના વિરુદ્ધનું સંગઠન નથી પરંતુ, દક્ષિણ દેશો વગરનું સંગઠન છે. આ સંગઠન માનવતાવાદી અભિગમ ધરાવે છે.


બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.. સાઉદી અરેબિયા, ઈરાન, ઈથોપિયા, ઈજીપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો છે.. આ સંમેલનમાં અનેક દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત અને બેઠકો પણ યોજાવાની છે.. આ સમિટ બ્રિક્સ દ્વારા હાથ ધરાયેલ પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે..


બ્રિક્સ સંગઠનના વિસ્તરણ બાદ રશિયામાં આયોજિત બ્રિક્સ સંમેલનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.. રશિયા સતત બ્રિક્સ ચલણ વિશે વાત કરી રહ્યું છે.. એવું માનવામાં આવે છે કે ડોલરને લઈને અમેરિકન મનસ્વીતાને રોકવા માટે બ્રિક્સના સભ્ય દેશો વૈકલ્પિક ચલણ લઈને આવી શકે છે.. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ આ પહેલીવાર છે, જ્યારે રશિયામાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે..