નવી દિલ્હી: ભારતમાં તેલની સપ્લાય વધારવા માટે રશિયાએ હવે એક સ્પેશિયલ ઓફર આપી છે. રશિયા યુક્રેન પર આક્રમણ કરતા પહેલાની કિંમત 35 ડોલર પ્રતિ બેરલની છૂટ ભારતને આપવાની ઓફર કરી રહ્યું છે. આ ઓફરને હાલમાં દિલ્હીમાં આવેલા રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રજૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયન વિદેશ મંત્રીએ કરી ભારતની પ્રશંસા
અમારી સહયોગી વેબસાઈટ Wion ના એક રિપોર્ટ અનુસાર રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ ગુરુવાર મોડી રાત્રે ચીનથી દિલ્હી પહોંચ્યા. લાવરોવે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે એક બેઠક દરમિયાન પોતાની શરૂઆતી ચર્ચામાં કહ્યું- અમે આ વાતની પ્રશંસા કરીએ છે કે ભારત આ સ્થિતિને સંપૂર્ણ રીતે તથ્યોથી લઈ રહ્યું છે, ના માત્ર એક તરફી.


રૂપિયા-રૂબલ મેકેનિઝ્મ પર થઈ રહ્યું છે કામ
યુદ્ધના કારણે યુક્રેનથી પુરવઠો બંધ થયા બાદ ભારતે રશિયાથી રેકોર્ડ મોંઘા ભાવ પર સુરજમુખી તેલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ પણ કર્યો છે. તેમણે મોસ્કોની નિંદા કરતા સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને ટાળ્યો છે અને તેમના જૂના અને વિષમ પરિસ્થિઓ વાળા મિત્ર અને હથિયારોના સૌથી મોટા સપ્લાયરથી રશિયન તેલ ખરીદવાનું ચાલું રાખ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારત અને રશિયા વેપારને સુવિધાજનક બનાવવા અને રશિયન બેંકો પર પશ્ચિમી પ્રતિબંધોને દૂર કરવા માટે એક રૂપિયા-રુબલ મેકેનિઝમ પર કામ કરી રહ્યું છે.


રશિયાએ કરી આ વિનંતી
ઇકોનોમિક ટાઈમ્સ અખબારના જણાવ્યા અનુસાર, રશિયાએ ભારતના રક્ષા મંત્રાલયને પત્ર લખી ગત મહિનાથી અટવાયેલા 1.3 બિલિયન ડોલરના પેમેન્ટને લઇને વિનંતી કરી છે. સિંગાપુરમાં ઓઇલ માર્કેટ એનાલિસ્ટ વાંડા ઇનસાઈટ્સની સંસ્થાપક વંદના હરિએ કહ્યું- ભારતમાં રશિયન તેલનો વપરાશ ઘણા વર્ષોથી ઓછો થઈ રહ્યો છે તો રિફાઈનરીઓને મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદવા માટે કોન્ફિગર કરવામાં આવ્યા નથી.


જયશંકરે સાધ્યું વિરોધિઓ પર નિશાન
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર ઉઠાવવામાં આવીત ચિંતાઓ પર નિશાન સાધતા કહ્યું કે આ એક મુદ્દા પર એક અભિયાનની જેમ છે. ભારતની સ્થિતિનો બચાવ કરતા એસ જયશંકરે કહ્યું, જ્યારે તેલની કિંમતો વધી છે તો દેશો માટે બજારમાં જવું સ્વાભાવિક છે અને તે જોવું કે તેમના લોકો માટે સારા સોદા કયા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો આપણે બે ત્રણ મહિનાની રાહ જોઈએ અને હકિકતમાં જોઈએ કે રશિનય ગેસ અને તેલના મોટા ખરીદાર કોણ છે, તો મને શંકા છે કે લિસ્ટ પહેલાની સરખામણીએ એકદમ અલગ હશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube