ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદે આવ્યું ભારત, તાબડતોબ કર્યું આ કામ
શ્રીલંકા હાલ ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ ચરમસીમાએ છે. દેશમાં કટોકટી લાગૂ કરી દેવાઈ છે. ખાદ્ય અને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આકાશે આંબી રહ્યા છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે.
નવી દિલ્હી: શ્રીલંકા હાલ ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ ચરમસીમાએ છે. દેશમાં કટોકટી લાગૂ કરી દેવાઈ છે. ખાદ્ય અને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આકાશે આંબી રહ્યા છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ભારતે મદદનો હાથ આગળ વધાર્યો છે.
ડીઝલ મોકલ્યું
ભારતે શનિવારે 40,000 ટન ડીઝલ શ્રીલંકા મોકલ્યું. સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના અધ્યક્ષ સુમિત વિજેસિંધેએ કહ્યું કે ઈંધણનું વિતરણ આજે સાંજથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના સેંકડો ઈંધણ સ્ટેશનો માટે આ એક સારા સમાચાર છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી તેની ભારે અછત હતી. રિપોર્ટ મુજબ 40 હજાર ટન ચોખાની ખેપ પણ ભારતથી શ્રીલંકા મોકલવાની તૈયારી થઈ રહી છે. બંને દેશોએ ગત મહિને એક અબજ ડોલરની લોન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. રોયટર્સના ખબર મુજબ ભારતથી ક્રેડિટ લાઈન મળ્યા બાદ શ્રીલંકાને મોકલાઈ રહેલી આ પહેલી ખાદ્ય મદદ હશે. શ્રીલંકાને આ મદદ એવા સમયે મળી છે જ્યારે ત્યાં એક મોટો તહેવાર આવવાનો છે. આ સાથે જ સ્થિતિને બગડતી રોકવા માટે કટોકટી પણ લાગૂ કરાઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube