નવી દિલ્હીઃ ભારતીય સેનાના આધુનિકીકરણ માટે સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. તેના જ અનુસંધાનમાં હવે ભારત સરકારે 72,000 'Sig Sauer' એસોલ્ટ રાઈફલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેના માટે સંરક્ષણ મંત્રાલયે અમેરિકાની કંપની સાથે કરાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અમેરિકાની સૌથી મોટી એસોલ્ટ રાઈફલ નિર્માતા કંપની છે અને આ રાઈફલનો ઉપયોગ અમેરિકા અને યુરોપના અનેક દેશોની સેના કરે છે. પીટીઆઈના સમાચાર મુજબ અમેરિકાની કંપની એક વર્ષના અંદર આ ઓર્ડર પૂરો કરશે. 


'Sig Sauer' એસોલ્ટ રાઈફલ ભારતીય સેનાને મોટા અને અત્યંત ગંભીર ઓપરેશનોમાં મદદરૂપ થશે અને ખાસ કરીને ચીનની સરહદ પર ચોકી કરતા જવાનોને વધુ ઉપયોગી નિવડશે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરહદ પર ભારતીય જવાનો જે પ્રકારના ખતરાનો સામનો કરી રહ્યા છે ત્યાં તેમને આ રાઈફલ ખુબ જ ઉપયોગી પૂરવાર થશે. 


CBIના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવને આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાની સજા


'Sig Sauer' એસોલ્ટ રાઈફલ તેના 'ફાયર પાવર' માટે પ્રખ્યાત છે, જે અત્યંક ખરાબ હવામાનમાં પણ કામ કરે છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં જ્યારે સેના કોઈ ઓપરેશન પાર પાડતી હોય ત્યારે આ રાઈફલ તેને ખુબ જ મદદરૂપ બને છે એવો રાઈફલ નિર્માતા કંપનીનો દાવો છે. 


આ અગાઉ ઈશાપોર રાઈફલ ફેક્ટરીમાંથી આવેલી રાફલોનો ભારતીય સેનાએ ફગાવી દીધી હતી, કેમ કે સેનાના ફાયરિંગ ટેસ્ટમાં તે નિષ્ફળ સાબિત થઈ હતી.


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિકે...