નવી દિલ્હી : પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનના કાશ્મીર રાગનો ભારતે કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. સોમવારે ઇમરાન ખાને ટ્વીટ કરીને IOK ગણાવતા કહ્યું હતું કે, ભારત નિર્દોશ કાશ્મીરીઓની હત્યા કરી રહ્યું છે. ત્યાર બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનને લોકોની ભલાઇ કરવી જ હોય તો પહેલા પોતાની ધરતી પર થઇ રહેલા આતંકવાદને ખતમ કરે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે કાશ્મીરનાં કુલગામમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ નિવેદન ખુબ જ નિંદનિય છે. ભારતના આંતરિક મુદ્દાઓમાં ધ્યાન આપવાનાં બદલે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. પાકિસ્તાન ભારત અને અન્ય પાડોશી દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે.  આતંકવાદ અને હિંસાનુ સમર્થન કરનારા નિવેદનથીપાકિસ્તાનનું સત્ય સમગ્ર વિશ્વ સમક્ષ ઉઘાડુ પડી ગયું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે IOK (ભારતના કાશ્મીર)માં નિર્દોષ કાશ્મીરીઓની હત્યાનો વિરોધ કરીએ છીએ. સમય આવી ચુક્યો છે કે જ્યારે ભારતે સમજવું પડશે કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ આવશે. જેમાં UN SCના પ્રસ્તાવ અને કાશ્મીરીઓની ઇચ્છાનો સમાવેશ થવો જોઇએ. ગત્ત દિવસોમાં ભારતે પાકિસ્તાન સાથે વિદેશ મંત્રી સ્તરની વાતચીત અંગે વિચારણા કરી હતી પરંતુ ત્યાર બાદ આ મંત્રણા રદ્દ થઇ ગઇ હતી. પાકિસ્તાને કાશ્મીરમાં ઠાર મરાયેલા આતંકવાદી બુરહાન વાનીની યાદમાં ટપાલ ટીકિટ ઇશ્યું કરી હતી. વાર્તા રદ્દ કરવા પાછળનું આ એક મહત્વનું કારણ છે. 


ભારતે કહ્યું હતુ કે, પાકિસ્તાને આ 20 ટપાલ ટીકિટો ઇશ્યુંક રીને આતંકવાદીઓનું મહિમામંડન કરવાનું કામ કર્યું છે. તેના પરથી જ ખબર પડે છે કે પાકિસ્તાન પોતાનાં વલણને સુધારવા નથી માંગતું. મંત્રણાની જાહેરાતના 24 કલાક બાદ તેને રદ્દ કરવા મુદ્દે ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાન ખાતે આતંકવાદીઓએ જ ભારતીય સૈનિકોની હત્યા કરી છે.