નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે સ્પષ્ટ કર્યું કે નવા આઈટી નિયમ સોશિયલ મીડિયા યૂઝર્સને મજબૂતી આપવા માટે બનાવવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશને આ વર્ષે 11 જૂને સરકારને મોકલવામાં આવેલ માનવાધિકાર પરિષદની વિશેષ પ્રક્રિયા શાખાના ત્રણ રિપોર્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાનો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, આ નિયમોને વર્ષ 2018માં સરકાર દ્વારા નાગરિક સમાજ તથા અન્ય હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા બાદ અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું છે કે તેમણે સૂચના ટેક્નોલોજી (Intermediary Guidelines and Digital Media Ethics Code) કાયદો 2021 એટલે કે નવા આઈટી નિયમ તૈયાર કર્યાં છે. તેને 25 ફેબ્રુઆરી 2021ના સૂચિત કરવામાં આવ્યા હતા. દેશમાં આ નિયમ 26 મે 2021થી લાગૂ થઈ ગયા છે. નવા આઈટી કાયદો સોશિયલ મીડિયાના સામાન્ય યૂઝર્સને સશક્ત બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. તેનાથી હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુર્વ્યવહારના શિકાર લોકોને તેની પાસે ફરિયાદના નિવારણ માટે એક મંચ હશે. 


આ પણ વાંચોઃ શિવસેનાના ધારાસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર, પીએમ મોદી સાથે જવાની આપી સલાહ 


સરકારે તે પણ સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના દુરૂપયોગની વધતી ઘટનાઓથી સંબંધિત મુદ્દાને લઈને વ્યાપક ચિંતાઓને કારણે નવા આઈટી નિયમોનો કાયદો જરૂરી થઈ ગયો હતો. ડિજિટલ પ્લેટફોર્મના દુરૂપયોગની ઘટનાઓમાં આતંકવાદીઓની ભરતી માટે લાલચ, અશ્લીલ સામગ્રીનો પ્રસાર, દુશ્મનીનો ફેલાવો, નાણાકીય છેતરપિંડી, હિંસાને પ્રોત્સાહન, જાહેર વ્યવસ્થા વગેરે સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે સરકારે આ વિશે 2018માં વિભિન્ન હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. 


ઉલ્લેખનીય છે કે હાલમાં સંસદની સ્થાયી સમિતિએ પણ આઈટી કાયદાના પાલનમાં ટ્વિટરના વલણથી નારાજગી વ્યક્ત કરી હતી. સમિટિએ ટ્વિટરને પૂછ્યુ કે તેમની કંપનીના નિયમ વધુ મહત્વપૂર્ણ છે કે દેશના કાયદા. તેના પર ટ્વિટરના પ્રતિનિધિઓએ ગોળગોળ જવાબ આપતા કહ્યું હતું કે તેના માટે ટ્વિટરના નિયમ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. તેના જવાબથી નારાજ સમિટિએ ટ્વિટરને કોઈપણ સ્થિતિમાં ભારતના કાયદાનું પાલન કરવાનું કહ્યું હતું. સમિટિએ તે પણ કહ્યું હતું કે દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા માટે કેમ તેના પર દંડ ન ફટકારવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube