નવી દિલ્હી: સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે લદ્દાખમાં LACના વિસ્તારમાં ઇંફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મુક્યો છે. લદ્દાખમાં 54 મોબાઇલ ટાવર લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. LACના નજીક ડેમચેકમાં પણ મોબાઇલ ટાવર લાગશે. નુબ્રામાં 7, લેહમાં 17, જંસકારમાં 11 અને કારગિલમાં 19 મોબાઇલ ટાવર લગાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન સેના પ્રમુખ એમએમ નરવણે લદ્દાખના પ્રવાસેથી દિલ્હી પરત ફર્યા છે. સેના પ્રમુખ નરવણે CDS બિપિન રાવતને લદ્દાખની સ્થિતિની જાણકારી આપશે. સેના પ્રમુખ સરકારને પણ સ્થિતિની જાણકારી આપ્શે. સેના પ્રમુખએ 2 દિવસ લદ્દાખમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી. 


ભારતે લદ્દાખમાં શક્તિશાળી ટી-90 ભીષ્મ ટેન્ક તૈનાત કરી છે. એટલે લદ્દાખમાં ભારતીય સેનાએ પોતાના સૌથી મજબૂત હથિયારથી ચીનને પડકાર ફેંક્યો છે. સીમા પર લગભગ 2 મહિનાથી ચીનની સાથે વિવાદ ચાલી રહ્યો છે. ચીને પોતાની સીમામાં ટેન્ક, તોપ, બખ્તરબંધ ગાડીઓ અને સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. તેનો જવાબ આપવા માટે આ મહિને ભીષ્મ ટેન્કને લદ્દાખને મોરચા પર લાવવામાં આવ્યો છે અને તેને તમે 73 વર્ષોમાં સૌથી મોટું શક્તિ પ્રદર્શન કહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube