નવી દિલ્હી : ભારતે શનિવારે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ - 2નું સફળ પરિક્ષણ કર્યું છે. સરકારી સુત્રો અનુસાર ઓરિસ્સાનાં બાલાસોરથી આ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ એટલા માયે મહત્વનું છે કારણ કે ભારતે પહેલી વાર આ મિસાઇલને રાત્રે પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ 2000 કિલોમીટર સુધી માર કરી શકે છે. સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા ઓરિસ્સાનાં કિનારાથી અગ્નિ-2 મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી

અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઇલ 20 મીટર લાંબી હોય છે અને તેઓ 1000 કિલો જેટલું વજન લઇ જવા માટે સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્નિ-2 મિસાઇલને પહેલા જ સેનામાં સમાવવામાં આવી ચુકી છે. તેને ડીઆરડીઓની એડવાન્સ સિસ્ટમ્સ લેબોરેટરીએ તૈયાર કર્યું છે. આ મિસાઇલને ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યું છે.


બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...
ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર
અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમથી યુક્ત આ મિસાઇલમાં સારુ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ છે. આ મિસાઇલ અગ્નિ સીરીઝ મિસાઇલનો હિસ્સો છે. આ સીરીઝનમાં 700 કિલોમીટર સુધી જનારી અગ્નિ-1 અને 3000 કિલોમીટર સુધી જનારી અગ્નિ -3 મિસાઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાંબા અંતર સુધી માર કરનારી અગ્નિ-4 અને અગ્નિ-5 પણ આ સીરીઝનો હિસ્સો છે.