નવી દિલ્હી: ગુરવારે ઝી ટીવી અને ઈન્વેસ્કો વિવાદની સુનાવણી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLT માં થઈ અને તેમાં ઝીને એક મોટી સફળતા મળી છે. NCLT એ ઝીને પોતાનો પક્ષ રજુ કરવા માટે વધુ સમય આપ્યો છે. NCLT એ કહ્યું કે ZEEL ને પોતાનો જવાબ દાખલ કરવા માટે પૂરતો સમય અપાયો નથી અને તે ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. હવે Zee નો પક્ષ સાંભળ્યા બાદ જ NCLT તેના પર કોઈ નિર્ણય લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આત્મસન્માન અને વિશ્વાસ બચાવવાની લડત છે
બુધવારે Zee Tv ના સંસ્થાપક ડૉ. સુભાષ ચંદ્રાએ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ઈન્વેસ્કો ઝી ટીવીનો માલિક નથી પરંતુ ઝી ટીવીના અસલ માલિક તો અઢી લાખ શેર હોલ્ડર્સ છે જે ઝી ટીવીના નાના નાના રોકાણકારો છે. ઝી ટીવીને બચાવવાની લડતમાં શેર્સ અને સ્ટોક્સને બચાવવાની લડત નથી પરંતુ આ આત્મસન્માનની લડત છે અને તે અઢી લાખ લોકોના વિશ્વાસને બચાવવાની લડત છે જેમણે ઝી ટીવીમાં રોકાણ કરીને માત્ર એક ચેનલને જ નહીં પરંતુ દેશને પણ મજબૂત બનાવ્યો. 


ભારતીય સંસ્કારો પર ન આવવા દીધી આંચ
ઝી ટીવી ભારતનો પર્યાય છે. ઝીની સાથે પેઢીઓ મોટી થઈ છે અને જેમ જેમ ભારત બદલાયું તેમ ઝી ટીવી પણ બદલાતું રહ્યું. માત્ર બદલાયું એવું જ નહીં પરંતુ ઝીએ પોતાના ભારતીય સંસ્કારો પર આંચ ન આવવા દીધી. ઝી ટીવી ભારતની પહેલી પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ હતી અને ઝીની સાથે જ ભારતમાં એક નવા ઉદ્યોગની શરૂઆત થઈ જેણે અનેક લોકોને બુલંદીઓ પર પહોંચાડ્યા અને આ સાથે પહેલીવાર ભારતના પરિવારોને એક સાથે બેસીની ટીવી જોવાનું શીખવાડ્યું. ડૉ. સુભાષ ચંદ્રા ઝી ટીવીની આ આખી મુસાફરીના સૌથી મોટા સાક્ષી રહ્યા છે. મંગળવારે તેઓ આ મુસાફરીના પોતાના અનુભવો શેર કરતી વખતે ખુબ ભાવુક પણ થઈ ગયા હતા.  


કરોડો લોકો ઝી ટીવીની પડખે આવ્યા
ડૉ. સુભાષ ચંદ્રાના ઈન્ટરવ્યુ બાદ દેશમાં માહોલ એવો તે બદલાયો કે દર્શકો ભાવુક થઈ ગયા. કરોડો લોકો ઝીની પાછળ આવીને ઊભા રહી ગયા અને લોકોએ સોશિયલ મીડિયા પર લખવાનું શરૂ કરી દીધુ કે તેઓ દેશના ઝી પર આંચ નહીં આવવા દે. ટ્વિટર પર અવિનાશ નામના એક વ્યક્તિએ લખ્યું કે તેમની પાસે Invesco ના કેટલાક શેર છે અને તે તેને વેચીને ઝી  ટીવીના શેર ખરીદી લેશે. કારણ કે કોઈ તેમના બાળપણના તે અનુભવો છીનવી શકે નહીં જે ઝી ટીવીએ તેમને આપ્યા છે. એ જ રીતે ગૌતમ સાગર નામના એક યૂઝરે ટ્વિટર  પર લખ્યું છે કે તેઓ પણ ઝીના શેર ખરીદશે કારણ કે ટીપે ટીપે સમગ્ર સમુદ્રનું નિર્માણ શક્ય છે. પંકજ ગોયલ નામના યૂઝરે લખ્યું કે ઝી દેશનું હતું અને દેશનું રહેશે. કારણ કે Zee ના સપનાને સાકાર કરવા માટે લોહી પાણી એક કરાયું છે અને તેણે દેશના કરોડો લોકોના સપના પૂરા કર્યા છે. 


ટ્વિટર પર છેડાઈ ચર્ચા
આ દરમિયાન લોકો એક બીજાને ટ્વિટર પર ટેગ કરવા લાગ્યા અને આ મુહિમને આગળ વધારવાની અપીલ કરવા લાગ્યા. જેનું પરિણામ એ આવ્યું કે કાલે રાત સુધીમાં ભારતમાં ઝી ટીવી અને તે સંલગ્ન ઓછામાં ઓછા પાંચ હેશટેગ ટોપ ટ્રેન્ડમાં સામેલ થયા. હેશ ટેગ Desh Ka Zee  ભારતમાં પ્રથમ નંબરે ટ્રેન્ડ કરી રહ્યો હતો અને તે દુનિયાના પણ ટોપ ટ્રેન્ડમાં સામેલ હતો. આ ઉપરાંત હેશટેગ Subhash Chandra, Zeel, Zee Tv અને Invesco પણ ટ્રેન્ડ કરી રહ્યા હતા. હેશટેગ Desh Ka Zee 450 કરોડ લોકોના ઘર સુધી પહોંચ્યો અને એક લાખ 27 હજારથી વધુ લોકો તેની સાથે જોડાયા અને આ હેશટેગ 19 કલાક સુધી ટોપ ટ્રેન્ડમાં સામેલ રહ્યો. 


કરોડો લોકોએ આપ્યું સમર્થન
ફક્ત ટ્વિટર પર જ નહીં પરંતુ Facebook, Youtube અને Instagram ઉપર પણ  કરોડો લોકોએ ઝીને સમર્થન આપ્યું. બુધવારે પ્રસારિત થયેલા ઈન્ટરવ્યુને ઝી ન્યૂઝના અલગ અલગ ડીજિટલ પ્લેટફોર્મ પર 30 લાખ લોકોએ જોયો અને ઝીના 17 અલગ અલગ ચેનલોના ડિજિટલ પ્લેટફોર્મ પર 52 લાખ લોકોએ જોયો. જો તેમા વિદેશી દર્શકોને પણ સામેલ કરવામાં આવે તો આ સંખ્યા સવા કરોડથી વધુ થાય છે. આ ફક્ત બુધવાર રાતે 12 વાગ્યા સુધીના આંકડા છે અને તેમાં ટીવી જોનારાના આંકડા સામેલ નથી. સરેરાશ એક કરોડ લોકો દરરોજ ડીએનએ જુએ છે અને તેમાં ઝીની બીજી ચેનલ્સના દર્શકોની સંખ્યા પણ જોડવામાં આવે તો તમે કહી શકો કે આ ઈન્ટરવ્યુ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકોએ જોયો છે. અમેરિકાના સૌથી મશહૂર ન્યૂઝ શો હેનિટીને પણ દરરોજ રાતે ફક્ત 30 લાખ દર્શકો જ ટીવી પર જુએ છે. 


વધુ વિગતો માટે જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube