Omicron Cases in India: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા 6 કેસ મળ્યા, દેશમાં કુલ સંક્રમિતો 150ને પાર
Six New Omicron Cases in Maharashtra: રવિવારે મહારાષ્ટ્રમાં છ નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. આ પહેલાં શનિવારે આઠ કેસ નોંધાયા હતા.
નવી દિલ્હીઃ Omicron Cases Update in India: બ્રિટનથી હાલમાં ગુજરાત પરત ફરેલ 45 વર્ષીય એક NRI અને એક કિશોર કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યા છે. તો મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 6 કેસ સામે આવ્યા છે. નવા ઓમિક્રોનના કેસ બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 151 થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ અનુસાર, 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો- મહારાષ્ટ્ર (54), દિલ્હી (22), રાજસ્થાન (17), કર્ણાટક (14), તેલંગાણા (20), ગુજરાત (9), કેરળ (11), આંધ્રપ્રદેશ (1), ચંદીગઢ (1), તમિલનાડુ (1) ) અને પશ્ચિમ બંગાળ (1) માં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.
રવિવારે મહારાષ્ટ્રમાં વધુ 6 ઓમિક્રોનના કેસ સામે આવ્યા તો શનિવારે આઠ કેસ સામે આવ્યા હતા. તેલંગણામાં ઓમિક્રોન કેસની સંખ્યા આઠથી વધીને 20 થઈ ગઈ, જ્યારે કર્ણાટક અને કેરલમાં ક્રમશઃ 6 અને ચાર કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે કહ્યું કે, ગુજરાતમાં એક NR ની 15 ડિસેમ્બરે બ્રિટનથી આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં તે સંક્રમિત મળ્યો હતો. આણંદ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારી ડો. એમ ટી છારીએ કહ્યુ- વ્યક્તિના સેમ્પલની તપાસ કરવામાં આવી, જેમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તે વ્યક્તિનો અમદાવાદથી આણંદ જવાનો કાર્યક્રમ હતો.
આ પણ વાંચોઃ બ્રિટનમાં કોરોના વિસ્ફોટ, ઓમિક્રોનથી સાતના મોત, એક દિવસમાં 90,418 કેસ નોંધાયા
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં રવિવારે છ નવા કેસ સામે આવ્યા, તો શનિવારે આઠ કેસ સામે આવ્યા હતા. જેથી રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 54 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તેમાંથી 28 દર્દી સાજા થઈ ચુક્યા છે કે બાદમાં તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને રજા આપી દેવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, કર્ણાટકમાં શનિવારે સામે આવેલા છ કેસમાંથી એક બ્રિટનનો યાત્રી છે, જ્યારે પાંચ અન્ય દક્ષિણ કન્નડ જિલ્લાની બે શૈક્ષણિક સંસ્થાઓમાં કોવિડ-19થી સંક્રમિત મળેલા વ્યક્તિઓ સામેલ છે.
દિલ્હીમાં છ મહિના બાદ કોરોનાના 100થી વધુ કેસ
રાજધાની દિલ્હીમાં ફરી કોરોનાના કેસ વધવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના નવા કેસ 100ને પાર પહોંચી ગયા છે. આશરે છ મહિના બાદ પ્રથમવાર છે, જ્યારે એક દિવસમાં કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 107 નવા કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube