નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે પંજાબના અમૃતસર પહોંચેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. નિતિન ગડકરીએ જણાવ્યું છે કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર ધમધમી રહેલા આતંકી ઠેકાણાઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે ત્યાં જતી નદીઓનું પાણી રોકી દઈશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય જળસંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, "ભારતની ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાન જાય છે. અમે તેને રોકવા માગતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી જળ સંધિનો આધાર શાંતિપૂર્ણ સંબંધ અને મૈત્રી હતા તે હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે. પાકિસ્તાને કરારની શરતોનું પાલન કર્યું નથી. આથી અમે આ સંધિનું પાલન કરવા બંધાયેલા નથી."


ગડકરીએ વધુમાં જણાવ્યું કે, "પાકિસ્તાન સતત આતંકનું સમર્થન કરી રહ્યું છે. જો પાકિસ્તાન આતંકવાદ નહીં અટકાવે તો અમારી પાસે નદીઓનું પાણી રોકવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. આથી, ભારતે આંતરિક રીતે તેના પર અભ્યાસ શરૂ કરી દીધો છે અને તે પાણી હરિયાણા, પંજાબ અને રાજસ્થાનને આપવામાં આવશે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


સિંધુ જળ કરાર
પાકિસ્તાનના કરાચીમાં 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ ઐયુબ ખાન વચ્ચે સિંધુ જળ કરાર થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા આ સિંધુ જળકરાર અંતર્ગત સિંધુ, રવી, બ્યાસ, સતલુજ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ કરે છે. સિંધી જળ કરાર અંતરગ્ત ભારત રાવી, બ્યાસ અને સતલુજ નદીના 100 ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે. એજ રીતે ઝેલમ, સિંધુ અને ચિનાબ નદીના મોટાભાગના પાણીનો ઉપયોગ કરવાનો અધિકાર પાકિસ્તાનનો છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...