નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra modi) શનિવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે, ભારત-બાંગ્લાદેશની મિત્રતા સમગ્ર વિશ્વ માટે યોગ્યતાનું ઉદાહરણ છે. બીજી તરફ શેખ હસીનાએ કહ્યું કે, ભવિષ્યમાં બંન્ને દેશોની વચ્ચે સહયોગ વધારે વધશે. આ પ્રસંગે ઉર્જા, કૌશલ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજના આ ત્રણ પ્રોજેક્ટ અલગ અલગ ક્ષેત્રમાં છે. એલપીજી આયાત, કૌશલ અને સામાજિક સુવિધા પરંતુ આ ત્રણેયનો ઉદ્દેશ્ય એખ જ છે અને તે છે આપણા નાગરિકોનાં જીવનને યોગ્ય બનાવવાનું. એટલું જ નહી ભારત- બાંગ્લાદેશ સંબંધોનો મુળમંત્ર પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જબરદસ્ત ફટકો, આ દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો
બંન્ને દેશોએ સાત સમજુતી પર હસ્તાક્ષર કર્યા. ભારત બાંગ્લાદેશમાં તટીય ક્ષેત્રમાં સર્વિલાન્સ સિસ્ટમ સ્થાપિત કરશે. માલદીવ બાદ બાંગ્લાદેશ એવો બીજો દેશ છે જ્યાં ભારત કિનારાનાં વિસ્તારોમાં સર્વેલાન્સ સિસ્ટમ લગાવશે. ભારત લગભગ 20 યૂનિટ લગાવશે. તેનો ઉદ્દેશ્ય ભારત-બાંગ્લાદેશની સંયુક્ત કિનારાની સીમા પર ચોક્કસ નજર રાખવાનું છે. ઉર્જાના ક્ષેત્રમાં બાંગ્લાદેશ, ભારતના ઉત્તરપૂર્વમાં એલપીજી ઉપલબ્ધ કરાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બાંગ્લાદેશથી બલ્ક એલપીજી સપ્લાય બંન્ને દેશોને ફાયદો પહોંચાડશે. તેના કારણે બાંગ્લાદેશમાં નિકાસ, આવક અને રોજગાર પણ વધશે. ટ્રાન્સપોર્ટેશન અંતર 1500 કિલોમીટર ઘટી જવાનાં કારણે આર્થિક લાભ પણ થશે અને પર્યાવરણનું નુકસાન પણ ઘટશે.


જજે સરકારનાં દબાણમાં આવી ચુકાદો આપ્યા બાદ બંદુક કાઢી પોતાને ગોળી મારી લીધી
PM મોદી અને શેખ હસીનાની મુલાકાત, ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર
છેલ્લા એક વર્ષમાં બંન્ને દેશ સંયુક્ત રીતે 12 પ્રોજેક્ટની શરૂઆત કરી ચુક્યા છે. ત્રણ આજે કરવામાં આ્યા જ્યારે 9 છેલ્લા ઘણા મહિનાઓ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યા. બંન્ને દેશ મનુ, મુહુરી, ખોવાઇ, ગુમટી અને ફેની નદીનાં પાણીનો સંયુક્ત ઉપયોગ કરવા માટે સમજુતી અંગે વિચાર કરી રહ્યા છે. 


જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં મોટો હુમલો, ડે. કમિશ્નરની ઓફર આતંકવાદીઓએ ફેંક્યા ગ્રેનેડ
બંન્ને દેશો વચ્ચે કનેક્ટિવિટી પર ફોકસ
બંન્ને દેશો વચ્ચે લોકોનાં આવન જાવન વધારવા માટે બાંગ્લાદેશે અખોરા-અગરતલા પોર્ટ દ્વારા કરવામાં આવતા વ્યાપાર પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. મૈત્રી એક્સપ્રેસ અને બંધ એક્સપ્રેસનાં ફેરા વધારવાની વાત પણ કરી છે. વડાપ્રધાન મોદીએ આવતા વર્ષે માર્ચ મહિનામાં બાંગ્લાદેશની મુલાકાત લઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020માં બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની 100મી જયંતી છે. વડાપ્રધાન મોદી તેમાં ભાગ લઇ શકે છે.