નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના રશિયા પાસેથી એક સ્ક્વાડ્રન એટલે કે 18 સુખોઈ-30 મલ્ટીરોલ ફાઈટર જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ 20 નવા મિગ-29 વિમાન ખરીદવાનું પણ આયોજન ચાલી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ સોદા પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ સોતો ફાસ્ટ ટ્રેક રૂટ પર થઈ રહ્યો છે એટલે વહેલામાં વહેલી તકે સોદો થઈ ગયા પછી ફાઈટર જેટ્સ ભારતીય વાયુસેનાને સોંપી દેવાશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ. ધનોઆ 9 જુલાઈથી 12 જુલાઈ સુધી રશિયાના પ્રવાસે ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે 90ના દાયકામાં રશિયા સાથે 272 સુખોઈ-30 ફાઈટર પ્લેન ખરીદવાનો સોદો કર્યો હતો., જેમાંથી 50 રશિયામાં અને બાકીના ભારતમાં તૈયાર કરવાનું આયોજન હતું. આ કાર્યક્રમ તેના કરાર મુજબ ચાલી રહ્યો છે અને અત્યારે ભારતીય વાયુસેનામાં 200થી વધુ સુખોઈ વિમાન સામેલ થઈ ચૂક્યા છે. હવે, રશિયા પાસેથી આવનારા નવા 18 સુખોઈ-30 ફાઈટર જેટથી વાયુસેનાની એક આખી સ્ક્વાડ્રન તૈયાર થઈ જશે.


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....