નવી દિલ્હી : રશિયા સાથે S-400 ડીલ કર્યા બાદ હવે ભારતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે અમેરિકી પ્રતિબંધો છતા પમ ઇરાન સાતે ક્રૂડનો વ્યાપાર યથાવત્ત રાખશે. સરકારી રિફાઇનર્સે ઇરાન પાસેથી 1.25 મિલિયન ટન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કરાર કર્યા છે. એટલું જ નહી, ભારતે ડોલરમાં પેમેન્ટનાં બદલે રૂપિયામાં વ્યાપાર કરવાની દિશામાં પણ પગલા ઉઠાવવા માટેની તૈયારી કરી લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ઇન્ડસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને મેંગ્લોર રિફાઇનરી એંડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)એ નવેમ્બરમાં ઇરાની તેલની આયાત માટે 1.25 મિલિયન ટન્સ માટે કરાર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં જ ઇરાનની ઓઇલ સેક્ટરની વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધ લાગુ થવાનો છે. એવામાં રશિયાથી S-400 ડીલ બાદ એક પ્રકારે ભારત દ્વારા અમેરિકાને અપાયેલ બીજો ઝટકો હશે. 

ઓછા પ્રમાણમાં પરંતુ ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રહેશે. 
ભારત ઓછા પ્રમાણમાં જ પરંતુ ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખવા માંગે છે. ગત્ત મહિને અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતં કે, વોશિંગ્ટન પ્રતિબંધોમાં આંશિક મુક્તિ અંગે વિચારણા કરશે. જો કે છુટ અપાય તો પણ તેની સમયસીમા નિશ્ચિત રહેશે. સુત્રોનું કહેવું છે કે IOC ઇરાન પાસેથી જ દર મહિને ક્રૂડ ખરીદે છે. નાણાકીય વર્ષ 2018-19માં (એપ્રીલ 2018થી 2019 માર્ચ) તેણે 9 મિલિયન ટન્સ ઇરાન તેલ આયાત કરવા માટેની યોજના બનાવી છે. તેનો અર્થ થયો કે IOC એક મહિનામાં0.75 મિલિયન ટન તેલ ખરીદી રહ્યું છે. 

અમેરિકી પ્રતિબંધો બાદ અસર
બીજી તરફ ઇરાનની વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધો 4 નવેમ્બરથી લાગુ થશે. જેમાં પેમેન્ટનાં રસ્તા અટકશે. સુત્રોનું કહેવું છે કે ભારત અને ઇરાન 4 નવેમ્બર બાદ  રૂપિયામાં ટ્રેડ કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. એક સુત્રએ કહ્યું કે, ઇરાન ક્યારેક ક્યારેક જે તેલ વેચે છે તેનું પેમેન્ટ રૂપિયામાં લે છે. આ રૂપિયાની સામે તે  દવાઓ અને અન્ય સામાન આયાત કરે છે. એવી જ કંઇ વ્યવસ્થા ગોઠવાય તે અંગે કામગીરી ચાલી રહી છે. 
આ સુત્રએ કહ્યું કે, આગામી થોડા અઠવાડીયમાં પેમેન્ટ મેકનિજમની માહિતી સામે આવશે. સુત્રોએ જણાવ્યું કે, ઓઇલ રિફાઇનર્સ જેવી કે સરકારી IOC અને MRPL યૂકો બેંક અથવા IDBI બેંક દ્વારા ઇરાનને તેલનું પેમેન્ટ કરી શકે છે.