નવી દિલ્હી: આખરે પ્રતિક્ષા પુરી થઇ. દુનિયાના સૌથી તાકતવર લડાકૂ વિમાન રફાલ ભારત આવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ફ્રાંસના એરબેસથી રફાલ વિમાન ભારત માટે ઉડશે. 7364 કિલોમીટરની હવાઇ યાત્રા પુરી કરીને 5 રાફેલ વિમાન બુધવારે અંબાલા એરબેસ પહોંચશે અને સૌથી ખાસ વાત એ છે કે ભારતીય વાયુસેનાના ફાયટર પાયલટ પોતે રફાલ ઉડાવીને ભારત લાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવી રહ્યું છે કે આગામી આ વિમાનોની તૈનાતી ચીન સાથે વિવાદને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાંસ સાથે 36 રાફેલ લડાકૂ વિમાનની ડીલ કરી હતી. આ ડીલ લગભગ 59,000 કરોડ રૂપિયાની છે. જાણકારી અનુસાર વિમાન ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ યૂએઇના અલ ડાફરા એરબેસ પર રાફેલ ઉતરશે. અહીં ઇંધણથી લઇને બાકી તમામ ટેક્નિકલ ચેકઅપ બાદ રાફેલ સીધા ભારત માટે ઉડાન ભરશે અને અંબાલા એરબેસ પહોંચશે. 


કંપનીના કરાર અનુસાર કુલ 36 અને પાયલોટને રાફેલને ઉડાવવાની ટ્રેનીંગ આપવામાં આવશે. આ વિમાનોને ભારતીય પાયલોટ જ ઉડાવીને લાવશે. જાણકારી અનુસાર આમ તો પહેલી ખેપમાં તમામ 10 લડાકૂ વિમાનોની ડિલીવરી થવાની હતી, પરંતુ વિમાન તૈયાર ન થવાથી હાલ પાંચ વિમાન જ ભારત પહોંચી રહ્યા છે.


આ સંબંધમાં ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહે 2 જૂનના રોજ ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે વાત કરી હતી. આ દરમિયાન ફ્રાંસે વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતને મળનાર રાફેલ લડાકૂ વિમાનની ડિલીવરીના સમયસર થશે, કોરોના સંકટની સર તેના પર નહી પડે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે રાફેલને ભારત ભારત પહોંચડવા ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી ભવિષ્યમાં રાફેલ વિમાનોની ડિલીવરીમાં પણ તેજી આવવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube