નવી દિલ્હીઃ ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V (Sputnik V) નો પ્રથમ જથ્થો 1 મેએ મળી જશે. 1 મેથી દેશમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે હેઠળ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. દેશમાં સ્પુતનિક-V  નો પ્રથમ જથ્થો એક મેએ પહોંચી રહ્યો છે. તેની જાણકારી રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના પ્રમુખ કિરીલ દમિત્રીવ ( Kirill Dmitriev) એ આપી છે. હજુ તે જાણકારી આપવામાં આવી નથી કે પ્રથમ જથ્થામાં વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમિત્રીવે કહ્યુ, પ્રથમ જથ્થાની ડિલીવરી 1 મેએ થઈ જશે. સાથે તેમણે તે વાતની આશા વ્યક્ત કરી કે તેનાથી ભારતને મહામારીને માત આપવામાં મદદ મળશે. RDIF વિશ્વભરમાં સ્પુતનિક વીનું માર્કેટિંગ કરી રહ્યું છે અને આ ક્રમમાં તેણે 5 મોટા ભારતીય નિર્માતાઓ સાથે વાર્ષિક 85 કરોડથી વધુ વેક્સિન ડોઝ તૈયાર કરવાની સમજુતિ કરી છે. સાથે સંભાવના વ્યક્ત કરી કે ભારતમાં જલદી આ વેક્સિનનું ઉત્પાદન શરૂ થઈ શકે છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube