કરતારપુર કોરિડોરઃ ભારત 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે કરશે કરાર
કરાર કરવા માટે તૈયાર થયા બાદ પણ ભારતે પાકિસ્તાનને ફરીથી શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. ભારત કોઈ પણ સમયે કરારનું સ્વરૂપ બદલવા માટે તૈયાર છે.
નવી દિલ્હીઃ સિખ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર 23 ઓક્ટોબરના રોજ કરતારપુર સાહિબ કોરિડોર અંગેનો કરાર કરવા માટે તૈયાર થઈ ગયું છે. જોકે, સિખ શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલરની ફી લેવાની પાકિસ્તાને જીદ્દ પકડી રાખી છે. એટલે કદાચ ફીનો મુદ્દો કરારમાં સમાવિષ્ટ નહીં હોય.
કરાર કરવા માટે તૈયાર થયા બાદ પણ ભારતે પાકિસ્તાનને ફરીથી શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. ભારત કોઈ પણ સમયે કરારનું સ્વરૂપ બદલવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા પ્રતિ મુસાફર 20 ડોલરની ફી વસુલવાની જીદ્દ પર અડેલું હતું.
ભારતના વધુ બે સમાચાર માટે અહીં કરો ક્લિક...