Corona vaccination: દેશભરમાં હવે 24 કલાક થશે કોરોના રસીકરણ, સરકારે ખતમ કરી સમયમર્યાદા
Covid Vaccination Timing Latest News: કેન્દ્ર સરકારે કોવિડ રસીકરણ અભિયાનની ગતિ વધારવા માટે સમય મર્યાદા ખતમ કરી દીધી છે. હવે લોકો પોતાની સુવિધાનુસાર 24x7 રસી લગાવી શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination) ના કામમાં તેજી લાવવા માટે સરકાર મહત્વના પગલા ભરી રહી છે. તેનું પરિણામ છે કે અત્યાર સુધી 1.56 કરોડ લોકોનું દેશમાં રસીકરણ થઈ ચુક્યું છે. કોરોના રસીકરણની ઝડપ વધારવા માટે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે દેશભરમાં 24 કલાક કોરોના રસીકરણ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે, સરકારે રસીકરણની ગતિ વધારવા માટે COVID-19 વેક્સિન લેવાની સમયમર્યાદા હટાવી દીધી છે. ત્યારબાદ 24 કલાક અને સાત દિવસમાં પોતાની સુવિધા અનુસાર લોકો કોરોનાની વેક્સિન લઈ શકે છે.
મહત્વનું છે કે દેશમાં જ્યારે એક માર્ચથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થવાની હતી ત્યારે કેન્દ્રએ સવારે 9 કલાકથી બપોરે ત્રણ કલાક સુધીનો સમય વેક્સિનેશન માટે ફિક્સ કર્યો હતો. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, લોકો હવે પોતાની સુવિધા અનુસાર રસીકરણ કરાવી શકે છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વાસ્થ્યની સાથે-સાથે દેશના નાગરિકોના સમયને પણ મહત્વ આપે છે. ડોક્ટર હર્ષવર્ધને ટ્વીટમાં લખ્યુ- સરકારે રસીકરણની ગતિ વધારવા માટે સમયમર્યાદા પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. લોકો પોતાની સુવિધા અનુસાર 24x7 રસીકરણ કરાવી શકો છો.
કોર્ટે 3 મહિલા સહિત એક જ પરિવારના 9 લોકોને સંભળાવી ઉંમરકેદની સજા, જાણો શું છે સમગ્ર મામલો
કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધઠુ ઉંમરના લોકોને રસી લેવા માટેનું કહેવામાં આવ્યું છે, જેને ગંભીર બીમારીનો ખતરો છે. દેશમાં અત્યાર સુધી 1.56 કરોડ લોકોને રસી લાગી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube