નવી દિલ્હી: ભારતે કોવિડ-19 વિરોધી જંગમાં લગભગ 80 લાખ લાભાર્થીઓને રસી આપી દીધી છે. 13 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 કલાક સુધીમાં સમગ્ર દેશમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 79,67,647 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાંથી 5,909,136 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને 2,058,511 અગ્ર હરોળના કર્મચારીઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજદિન સુધીમાં કુલ 1,64,781 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. રસીકરણના 28મા દિવસે (12 ફેબ્રુઆરી 2021)ના રોજ 10,411 સત્રોનું આયોજન કરીને કુલ 4,62,637 લાભાર્થીઓને (HCW- 94,160 અને FLW- 3,68,477) રસી આપવામાં આવી છે. રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દરરોજ પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ


ભારતમાં રસીકરણ હેઠળ આવરી લેવાયેલા કુલ લાભાર્થીઓમાંથી 60% (59.70%) લાભાર્થીઓ માત્ર આઠ રાજ્યોમાંથી છે. આ આઠ રાજ્યોમાં પ્રત્યેકમાં 4,00,000થી વધારે લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. ભારતમાં રસીકરણના કુલ લાભાર્થીઓમાંથી ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10.8% (8,58,602 લાભાર્થી) લાભાર્થીઓ છે.


છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકનુ વર્ગીકરણ કોવિડના કારણે મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થતો હોવાનું દર્શાવે છે જેમાં 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું જ્યારે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા મૃત્યુની સંખ્યા 1-5 વચ્ચે નોંધાઇ છે.

જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video


છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ મૃત્યુ નથી નોંધાયું તેવા 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, પુડુચેરી, ચંદીગઢ, નાગાલેન્ડ, આસામ, મણીપુર, સિક્કિમ, મેઘાલય, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે. ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે ઘટીને 1.36 લાખ (1,36,571) નોંધાયું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા માત્ર 1.25% રહી છે.


આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.06 કરોડ (1,06,00,625) છે. છેલ્લા 24 કલાકમાં 11,395 દર્દીઓ સાજા થઇ જવાથી તેને રજા આપવામાં આવી છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 97.32% થઇ ગયો છે. નવા સાજા થયેલામાંથી 81.93% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,332 નવા દર્દીઓ સાજા થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,422 દર્દીઓ અને તમિલનાડુમાં નવા 486 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

Valentine's Day 2021: આ દેશમાં અનોખી રીતે ઉજવાય છે પ્રેમનું પર્વ, આવી અજીબોગરીબ છે રીતિ-રીવાજ


છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,143 દર્દીઓ સંક્રમિત થયા છે. નવા સંક્રમિતોમાંથી 86.01% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,397 લોકો પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 3,670 દર્દીઓ જ્યારે તમિલનાડુમાં નવા 483 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.


છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 103 દર્દીના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયાલે મૃત્યુમાંથી 80.58% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (36) નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે 18 જ્યારે કર્ણાટક અને પંજાબમાં પ્રત્યેકમાં 8 દર્દી મૃત્યુ પામ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube