તારક વ્યાસ, અમદાવાદઃ પ્રાચીન ભારતીય સનાતન પરંપરા નો વિકાસ અને હિંદુ ધર્મ ના પ્રચાર પ્રસાર માં આદિશંકરાચાર્ય નું મહાન યોગદાન છે. એમણે ભારતીય સનાતન પરંપરા ને પુરા દેશ માં ફેલાવવા માટે ભારત ના ચારેય ખૂણા માં ચાર શંકરાચાર્ય મઠો ની સ્થાપના કરી હતી અને દશનામી અખાડા અને નાગા ફૌજ બનાવી ધર્મ ની રક્ષા કરી આ ચારેય મઠ આજે પણ ચાર શંકરાચાર્યો ના નેતૃત્વ માં સનાતન પરંપરા ના પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શ્રુંગેરી મઠ:
શ્રુંગેરી શારદા પીઠ ભારત ના દક્ષીણ માં રામેશ્વરમ માં સ્થિત છે. શ્રુંગેરી મઠ કર્નાટક ના સૌથી પ્રસિદ્ધ મઠો માં થી એક છે.  એની નીચે દીક્ષા લેવા વાળા સંસ્યાસીઓ ના નામ પછી સરસ્વતી, ભારતી, પૂરી સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાવાક્ય અહં બ્રહ્માસ્મિ છે. મઠ ની નીચે યુજુર્વેદ ને રાખવામાં આવ્યો છે. એની પહેલા મઠાધીશ આચાર્ય સુરેશ્વર હતા.
હાલ: જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી શ્રી ભારતિતિર્થ મહસ્વામી

ગોવર્ધન મઠ:
ગોવર્ધન મઠ ઓરિસ્સા ના પૂરી માં છે. ગોવર્ધન મઠ નો સંબંધ ભગવાન જગન્નાથ મંદિરથી છે. બિહારથી લઈને રાજમુંદ્ર સુધી અને ઓરિસ્સાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી નો ભાગ આ મઠ ની અંતર્ગત આવે છે.ગોવર્ધન મઠ ની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી આરણ્ય સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાવાક્ય છેપ્રદાન બ્રહ્મ અને આ મઠ ની નીચે ઋગ્વેદ ને રાખવામાં આવ્યો છે. આ મઠ ની નીચે મઠાધીશ આદિશંકરાચાર્ય ની પહેલા શિષ્ય પદ્મપાદ હતા.
હાલ: શંકરાચાર્ય સ્વામી નિશ્ચલનંદ સરસ્વતીજી

શારદા મઠ:
દ્વારકા મઠ ને શારદા મઠ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ મઠ ગુજરાત માં દ્વારકાધામ માં છે. એની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી તીર્થ અને આશ્રમ સંપ્રદાય નામ વિશેષ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાકાવ્ય છે તત્ત્વમસી અને એમાં સામવેદ ને રાખવામાં આવ્યો છે. શારદા મઠ ની પહેલા મઠાધીશ હસ્તામલક હતા. હસ્તામલક આદિશંકરાચાર્ય ના મુખ્ય ચાર શિષ્યો માં થી એક હતા.
હાલ: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી

જ્યોતિર્મઠ:
જ્યોતિર્મઠ ઉત્તરાખંડ ના બદ્રિકાશ્રમ માં છે. એતિહાસિક રીત પર, જ્યોર્તિર્મઠ સદીઓથી વૈદિક શિક્ષા તથા જ્ઞાન નું એક એવું કેન્દ્ર રહ્યું છે.જ્યોતિર્મઠ ની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી ગિરી, પર્વત અને સાગર ચારેય દિશાઓ માં આદિશંકરાચાર્ય એ સ્થાપિત કર્યા હતા. આ ૪ મઠસંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. એનું મહાવાક્ય અયમાત્મા બ્રહ્મ છે. મઠ ની અંતર્ગત અથર્વવેદ ને રાખવામાં આવ્યો છે. એની પહેલા મઠાધીશ આચાર્ય તોટક હતા.
હાલ: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી  મઠાધીશ  છે.