દિલ્હીથી લઈને હિમાચલ પ્રદેશ, પંજાબથી લઈને જમ્મુ કાશ્મીર સુધી વરસાદનો દોર  ચાલુ છે.  ઉત્તર ભારતના અનેક ભાગોમાં રવિવારે મૂશળધાર વરસાદ પડ્યો, ભૂસ્ખલન અને ભારે વરસાદના પગલે વિવિધ ઘટનાઓમાં 23થી વધુ લોકોના જીવ ગયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી તથા અન્ય સ્થળો પર જળમગ્ન રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા. હિમાચલ પ્રદેશમાં સ્થિતિ ખુબ બગડી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં 14 મોટા ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરની 13 ઘટનાઓની સૂચના મળી છે. જ્યારે 700થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. ભારતીય હવામાન ખાતા (IMD) ના જણાવ્યાં મુજબ રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં 24 કલાકમાં દિલ્હીમાં જ્યાં 153 મિમી વરસાદ પડ્યો, ત્યાં હરિયાણાના ચંડીગઢ અને અંબાલામાં ક્રમશ: 322.2 મિમી અને 224.1 મિમી મીટર વરસાદ રેકોર્ડ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈલાબનો આવો ખૌફનાક મંજર નહીં જોયો હોય



મનાલીમાં ચાર માળનું બિલ્ડિંગ વહી ગયું



જોત જોતામાં વહી ગયો ટ્રક



ઘરોને સાથે લઈ ગઈ નદી



કસોલમાં ગુરુદ્વારાની અંદર પહોંચ્યો સૈલાબ



કીચડનું પૂર જોઈને કંપી જશો



ઉછાળા મારતી રાવીમાં વહી ગયો પૂલ



હિમાચલ પ્રદેશના ચંબામાં ભારે વરસાદથી રાવી હિલોળે ચડી



બાનોર ગામને પૌંતા સાહિબ સાથે જોડતો એક માત્ર બ્રિજ વહી ગયો