નવી દિલ્હી: ભારત આજે મધરાતે ચંદ્રયાન 2 મિશન હેઠળ ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ કરાવવા જઈ રહ્યું છે. જેની સાથે પ્રજ્ઞાન રોવર પણ હશે. આ શોધ યાન 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર વિભિન્ન અભ્યાસ કરશે. આમ તો ચંદ્ર પર ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીન પગ મૂકી  ચૂક્યા છે. પરંતુ ઈસરોનો દાવો છે કે ભારત ચંદ્રના એ ભાગ પર પગ મૂકવા જઈ રહ્યું છે જ્યાં આ અગાઉ કોઈ દેશ પહોંચ્યો નથી. ચંદ્રયાન-2 મિશન હેઠળ વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. ચંદ્રનો આ ભાગ હજુ કોઈ સ્પર્શી શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ 


વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અભ્યાસ કરવાથી જાણવા મળશે કે આખરે ચંદ્રની ઉત્પતિ અને તેની સંરચના કેવી રીતે થઈ. આ વિસ્તારમાં મોટા અને ઊંડા ખાડા છે. અહીં ઉત્તર ધ્રુવની સરખામણીમાં ઓછો અભ્યાસ થયો છે. દક્ષિણ ધ્રુવના ભાગમાં સોલર સિસ્ટમના શરૂઆતના દિવસોના જીવાષ્મિ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીનું મેપિંગ પણ કરશે. જેમાં તેના તત્વો અંગે પણ જાણકારી મળશે. ઈસરોના જણાવ્યાં મુજબ દક્ષિણ ધ્રુવ પર પાણી મળે તેવી પ્રબળ સંભાવના છે.


3 દેશ જ ચંદ્ર પર પગ મૂકી શક્યા છે


- ચંદ્રની સપાટી પર અત્યાર સુધીમાં માત્ર 3 દેશ જ પગ મૂકી ચૂક્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીન સામેલ છે. સોવિયેત સંઘ (હવે રશિયા) પહેલો એવો દેશ હતો જેણે પહેલીવાર ચંદ્ર પર કોઈ વસ્તુ પહોંચાડી હતી. 13 સપ્ટેમ્બર 1959ના રોજ રશિાએ લૂના 2 રોકેટને ચંદ્ર પર ઉતાર્યું હતું. 


ચંદ્રયાન 2: આજે મધરાત બાદ ઈતિહાસ રચાશે, ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે 'વિક્રમ'


- 20 જુલાઈ 1969ના રોજ અમેરિકાએ એપોલો 11 અભિયાન હેઠળ પહેલા માણસને ચંદ્ર પર મોકલ્યો. અમેરિકા અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પહેલો માણસ હતો. 


- ચીને 3 જાન્યુઆરી 2019ના રોજ ચંદ્રના પાછળના ભાગમાં પોતાનું ચાંગ-4 શોધ યાન ઉતાર્યું હતું. આ ભાગ પર શોધ યાન પહોંચાડનારો ચીન પહેલો દેશ હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...