શું આ વખતે બંધ નહીં થાય વરસાદ.... વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે ખરાબ અસર
શું આ વખતે ચોમાસામાં વરસાદ બંધ થશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી જશે કે તેનાથી આગળ.. કારણ કે ઓગસ્ટના અંત સુધી બે લો-પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. આગળ પણ બનવાની આશંકા છે. તેનાથી પાકને નુકસાન થશે. જેમ કે ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ. કારણ કે સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં તેની કાપણી થાય છે.
નવી દિલ્હીઃ આ વખતે ચોમાસું સમય પર આવ્યું. સારો વરસાદ પણ થયો. પરંતુ હવે તે જવાનું નામ લઈ રહ્યો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે આ વખતે મોનસૂનનું વિડ્રોલ એટલે કે તેની વિદાય મોડી થશે. તે સપ્ટેમ્બરના અંત કે તેનાથી આગળ પણ જઈ શકે છે. તેવામાં ઉનાળામાં વાવવામાં આવેલા પાકને નુકસાન થઈ શકે છે.
ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળને સપ્ટેમ્બરના મધ્યમાં કાપવામાં આવે છે. વરસાદ યથાવત રહ્યો છો તેની કાપણી મુશ્કેલ થશે. પરંતુ આગામી પાક જેનું વાવેતર શિયાળામાં થાય છે, તેને ફાયદો થઈ જશે કારણ કે જમીનમાં ભેજ રહેશે. જેમ કે ઘઉં, રેપસીડ, ચણા વગેરે. હવામાન વિભાગના સીનિયર વૈજ્ઞાનિકે આ જાણકારી સમાચાર એજન્સી રોયટર્સને આપી છે.
સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. ભારત ઘઉં, સુગર અને ચોખાનો વિશ્વમાં બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ સીઝનને કારણે ખેતી સાથે જોડાયેલા કોમોડિટીના એક્સપોર્ટ પર સમસ્યા આવશે. ચોમાસું જૂનમાં શરૂ થાય છે. 17 સપ્ટેમ્બર સુધી સમાપ્ત થઈ જાય છે. પરંતુ આ વખતે તે ઓક્ટોબર સુધી ખેંચાઈ શકે છે.
ભારતમાં ચોમાસું વાર્ષિક પાણીની જરૂરીયાતનો 70 ટકા ભાગ લઈને આવે છે. તેનાથી ખેતી સારી થાય છે. જળાશયો ભરાઈ છે. અડધાથી વધુ ખેતી ચોમાસા પર નિર્ભર રહે છે. તે બની શકે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ લા-નીના વેધર સિસ્ટમને કારણે હોય. તેનાથી ચોમાસાની વિદાયમાં વિલંબ થશે.
દેશભરમાં જૂનના પ્રથમ સપ્તાહમાં 7 ટકા વધુ વરસાદ પડ્યો હતો. કેટલાક રાજ્યોમાં એવરેજથી 66 ટકા વધુ. જેનાથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. હવે સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદ પડે છે તો તેની અસર ગરમીમાં વાવવામાં આવેલા પાક પર પડશે. તેનાથી ખાદ્ય સામગ્રીની મોંઘવારી વધવાની સંભાવના છે.