દેશને જાન્યુઆરી સુધી મળશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું નામ પણ ચર્ચામાં
1999ના કારગિલ યુદ્ધને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા સિસ્ટમમાં ખામીઓની સમીક્ષા માટે બનાવવામાં આવેલી સમિતિએ રક્ષા મંત્રીને એકીકૃત સૈન્ય સલાહકારના રૂપમાં સીડીએસની નિમણૂંક કરવાનું સૂચન કર્યું હતું.
નવી દિલ્હીઃ દેશને જાન્યુઆરી 2020 સુધી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (chief of defence staff) મળવાની સંભાવના છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના નેતૃત્વ વાળી સમિતિ તેના પર નિમણૂકની પદ્ધતિને અંતિમ રૂપ આપવાનું કામ કરી રહી છે. તેને મંજૂરી મળ્યા બાદ થલસેના, વાયુસેના અને નૌસેનાના એકીકૃત સૈન્ય સલાહકારની નિમણૂંકનો માર્ગ મોકળો થઈ જશે. 1999મા નિમાયેલી કારગિલ સુરક્ષા સમિતિએ આ સંબંધમાં સૂચન કર્યું હતું. સેનાના સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, થલસેના, નૌસેના અને વાયુસેના પહેલાથી આ પદ માટે પોતાના વરિષ્ઠ કમાન્ડરોના નામની ભલામણ કરી ચુકી છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંકનો ઇરાદો ભારતની સામે આવનારા સુરક્ષાના પડકારને પહોંચવા માટે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે ઐતિહાસિક સૈન્ય સુધારની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે, જેને સીડીએસ કહેવામાં આવશે. વડાપ્રધાનની જાહેરાત બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી જે સીડીએસની નિયુક્તિની પદ્ધતિ અને તેને જવાબદારીઓને અંતિમ રૂપ આપશે.
CDSની રેસમાં સૌથી આગળ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત
સૂત્રોએ કહ્યું કે, સમિતિએ પાયાનું કામકાજ પૂરુ કરી લીધું છે અને તે ત્રણ સપ્તાહની અંદર અંતિમ રૂપરેખા રજૂ કરશે. સેના પ્રમુખ બિપિન રાવત આ પદની રેસમાં સૌથી આગળ છે, જે 31 ડિસેમ્બરે સેવાનિવૃત થઈ રહ્યાં છે. સર્વોચ્ચ સરકારી સૂત્રોએ કહ્યું કે, જો વધુ યોજના અનુસાર ચાલ્યું તો સરકાર તેમને સેવાનિવૃત થતાં પહેલા દેશના પ્રથમ સીડીએસ જાહેર કરી દેશે. સૂત્રોએ કહ્યું કે, સીડીએસનું પદ 'ફોર સ્ટાર' જનરલની સમકક્ષ હશે જે તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.
NCP સાથે બેઠક બાદ બોલ્યા પૃથ્વીરાજ ચવ્હાણ, 'મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થિર સરકાર'
કારગિલ સમીક્ષા સમિતિએ કહી હતી પદ બનાવવાની ભલામણ
પ્રોટોકોલ મામલામાં પણ સીડીએસ સૌથી ઉપર હશે. સીડીએસ મુખ્યત્વેઃ રક્ષા અને રણનીતિના મામલામાં વડાપ્રધાન અને રક્ષા પ્રધાનના એકીકૃત સૈન્ય સલાહકારના રૂપમાં કામ કરશે. 1999ના કારગિલ યુદ્ધને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા સિસ્ટમમાં ખામીઓની સમીક્ષા માટે બનાવવામાં આવેલી સમિતિએ રક્ષા મંત્રીને એકીકૃત સૈન્ય સલાહકારના રૂપમાં સીડીએસની નિમણૂંક કરવાનું સૂચન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube