યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યું છે ભારત,આ રીતે બનશે સર્વશક્તિમાન
માનવ રહિત ટેંક, હવાઇ જહાજ અને રોબોટિક હથિયારો વિકસાવવા માટેની તૈયારીઓ પ્રારંભી
નવી દિલ્હી : એખ મહત્વકાંક્ષી સંરક્ષણ યોજના હેઠળ સરકારે સંરક્ષણ દળો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા અંગે કામ ચાલુ કરી દીધું છે. યોજનાનો ઇરાદો સુરક્ષા દળોને માનવ રહિત ટેંક, જહાજ, હવાઇ યાન અને રોબોટિક હથિયારો પુરા પાડવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની સેનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં વ્યાપક ઉપયોગ ખાતર ચીન ઝડપથી રોકાણ વધારી રહ્યું છે, એવામાં આ યોજના ભારતની ભુમિ દળ, વાયુદળ અને નૌસેનાને ભવિષ્યનાં યુદ્ધની દ્રષ્ટીએ તૈયાર કરવાની વ્યાપક નીતિગત્ત પહેલનો હિસ્સો છે.
સંરક્ષણ સચિવ અજય કુમારે કહ્યુ કહે સરકારે સંરક્ષણ દળનાં તરણ અંગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત કરવાનાં નિર્ણય કર્યો કારણ કે તે ભવિષ્યમાં યુદ્ધની જરૂરિયાતને જોતા એક મહત્વનું ક્ષેત્ર હશે. તેમણે કહ્યું કે, ટાટા સન્સનાં પ્રમુખ એન.ચંદ્રશેખરનની અધ્યક્ષતાવાળા એક ઉચ્ચસ્તરીય કાર્યદળ યોજનાની બારીકી અને રચનાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.
નવી જનરેશનનાં યુદ્ધ માટેની ભારતની તૈયારી
સશસ્ત્ર દળો અને ખાનગી ક્ષેત્ર ભાગીદારી મોડેલ હેઠળ યોજનાને કાર્યાન્વિત કરે છે. કુમારે કહ્યું કે, તે આગામી પેઢીનાં યુદ્ધ માટે ભારતની તૈયારી છે. ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. અમે આગામી પેઢીનાં યુદ્ધની તૈયારી માટેની તૈયારી કરી રહ્યા છીએ. જે મહત્તમ ટેક્નોલોજી આધારિત હોય, સ્વયં સંચાલિત હોય અને રોબોટિક પ્રણાલી પણ ધરાવતી હોય. બીજા વિશ્વની શક્તિઓની જેમ ભારતે પણ પોતાનાં સશસ્ત્ર દળોની ક્ષમતાઓને મજબુત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા મુદ્દે કામ ચાલુ કરવાનું ચાલુ કરી દીધું છે. કુમારે કહ્યું કે, માનવ રહિત હવાઇ જહાજ, માનવ રહિત જહાજ અને માનવ રહિત ટેંક અને હથિયાર પ્રણાલી સ્વરૂપમાં સ્વયં સંચાલિત રોબોટિક રાઇફલનાં ભવિષ્યનાં યુદ્ધોમાં વ્યાપક ઉપયોગ થશે.