શું શ્રીલંકા જેવી સ્થિતિ ભારતમાં થઈ શકે છે? સર્વદળીય બેઠકમાં તુલના પર વિદેશમંત્રીએ આપ્યો જવાબ
Sri Lanka Crisis: શ્રીલંકાની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ- ભારતમાં આવી સ્થિતિ નથી.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વદળીય બેઠકમાં કહ્યુ કે શ્રીલંકા ખુબ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે અને સ્વાભાવિક રૂપથી ભારત તેનાથી ખુબ ચિંતિત છે. તેમણે આ સાથે ભારતમાં આવી કોઈ સ્થિતિ ઉભી થવાની આશંકા સંબંધી નિવેદનોને નકારી દીધા અને કહ્યું કે શ્રીલંકાને લઈને ઘણી તુલનાઓ થઈ રહી છે અને કેટલાક લોકો પૂછી રહ્યાં છે કે શું આવી સ્થિતિ ભારતમાં આવી શકે છે. તેમણે તેને ખોટી તુલના ગણાવી છે.
રાજ્યોના આંકડા પર વિપક્ષી દળોએ નોંધાવ્યો વિરોધ
શ્રીલંકાના સંકટ પર સરકાર તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં ભારતના વિવિધ રાજ્યોની આર્થિક સ્થિતિ પર આપવામાં આવેલા આંકડા પર ઘણી રાજકીય પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો, જેમાં YSR, TRS, TMC, AIMIM , DMK સામેલ હતા. આ દળોનું કહેવું હતું કે શ્રીલંકાની સ્થિતિ પર બોલાવવામાં આવેલી બેઠકમાં જીડીપીના મુકાબલે રાજ્યોના દેવાના આંકડા પર ચર્ચા કરવી યોગ્ય નથી. તેના માટે અલગ બેઠક બોલાવવી જોઈએ. આ પાર્ટીઓની ફરિયાદ હતી કે કેટલાક રાજ્યોના આંકડાને વધારીને જણાવવામાં આવી રહ્યાં છે.
ત્યારબાદ પ્રેઝન્ટેશનની છેલ્લી સ્લાઇડને રોકી દેવામાં આવી. તો આ પાર્ટીઓની માંગ હતી કે રાજ્યોના દેવા પર આંકડાની વાત થઈ રહી છે તો કેન્દ્ર સરકારના કર્જના આંકડા પર વાત થવી જોઈએ.
ઉદ્ધવને બે દિવસમાં ત્રીજો ઝટકો, લોકસભામાં શિંદે જૂથના સાંસદને શિવસેનાની કમાન
તેમણે જણાવ્યું કે આ બધા પાર્ટી નેતાઓની બેઠક હતી. અમારી બ્રીફિંગ શ્રીલંકાની સ્થિતિ પર હતી. આવનારા નેતાઓની સંખ્યા 38 હતી. અમે 46 પાર્ટીઓને આમંત્રણ આપ્યું હતું, 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. અમારા તરફથી 8 મંત્રી હતા, જેમાં પ્રહ્લાદ જોશી અને પુરૂષોત્તમ રૂપાલા સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube