વાયુસેના પ્રમુખે જણાવ્યું, ઓછા સમયમાં કઇ રીતે જીત મેળવવી શક્ય
વાયુસેનાધ્યક્ષે કહ્યું કે, આપણે જે જરૂર છે તે છે સંયુક્ત યોજના માટે સંસ્થાગત ઢાંચો તૈયાર કરવાની જે ખુબ જ જરૂરિ બાબત બની છે
નવી દિલ્હી : વાયુસેના પ્રમુખ બી.એસ ધનોઆએ વાયુસેના, નૌસેના અને પાયદળની વચ્ચે સંયુક્ત યોજના માટે સંસ્થાગત સંરચના સ્થાપવા માટેની ભલામણ કરી છે. જેના કારણે ભવિષ્યમાં દેશમાં લઘુત્તમ સંભવિત સમયમાં કોઇ યુદ્ધ જીતી શકાય. ધનોઆએ કહ્યું કે, સેનાના ત્રણેય અંગોને દેશની સમક્ષ આવનારી કોઇ પણ સંભવિત સુરક્ષા પડકારથી પ્રભાવી રીતે પહોંચી વળવા માટે સામજસ્યપુર્ણ વલણ અપનાવવું પડશે. તેમણે કહ્યું કે, તેમનું દળ સંયુક્તતાની ભલામણ કરે છે. તેમણે કહ્યું કે, દેશો દ્વારા એક અથવા બીજા પર થોપવામાં આવલા અલગ પ્રકારનાં ખતરાની પરિસ્થિતીમાં સેનાનું કોઇ પણ અંગ સંપુર્ણ પોતાનાં એકલાના દમ પર યુદ્ધ જીતી શકે નહી.
એર ચીફ માર્શલે કહ્યું કે, તેટલા માટે જરૂરી છે કે સેનાનાં ત્રણેય અંગો સંયુક્ત રીતે યોજનાને આગળ વધારે અને લઘુત્તમ સંભવિત સમયમાં યુદ્ધ જીતવા માટે સહયોગી સેવાઓની શક્તિઓનો લાભ ઉટાવે. સરકાર અને સેનાના ત્રણેય અંગો વચ્ચે ચર્ચા થતી રહે છે કે શું ભારતને એકીકૃત યુદ્ધ ક્ષેત્ર કમાનનું મોડલ અપનાવવું જોઇએ. જ્યાં ત્રણેય સેવાઓની શ્રમ શક્તિ અને સંપત્તીઓ એક અધિકારીની કમાનને આધિન હોય.
અમેરિકા તથા અન્ય અનેક પશ્ચિમી દેશોમાં આ મોડેલ જોવા મળે છે. સંરક્ષણ પ્રતિષ્ઠાનમાં ઓછામાં ઓછા બે યુદ્ધ ક્ષેત્ર કમાન સ્થાપિત કરવા અંગે ચર્ચા હતી. પાકિસ્તાનને પહોંચી વળવા માટે એક પશ્ચિમી ક્ષેત્રમાં તો બીજી ચીન સાથે કોઇ સ્થિતીને પહોંચી વળવાપુર્વી ક્ષેત્રમાં. એવો કોઇ સ્પષ્ટ સંકેત નથી કે શું સરકાર યુદ્ધ ક્ષેત્રમાં કમાન સ્થાપિત કરવા મુદ્દે ગંભીર છે. જો કે એપ્રીલમાં તેનાં ત્રણેય દળો વચ્ચે સામંજસ્ય સુનિશ્ચિત કરવા અંગે કેન્દ્રીય એક રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નેતૃત્વમાં એક સંરક્ષણ યોજના સમિતીની રચા કરી હતી.