નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘુસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ ફેક્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એર ફોર્સના 12 મિરાજ-2000 વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે. પુલવામા હુમલા બાદ થયેલી કાર્યવાહી પાકિસ્તાને પણ સ્વિકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભારતના વલણથી ગભરાયું પાક., કહ્યું- ‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’


પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા.


Maha Shivratri 2019: ક્યારે છે મહાશિવરાત્રી, જાણો શુભ મહૂર્ત, ઉપવાસનું મહત્વ અને પૂજા વિધિ


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...